Saturday, March 7, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં ધોધમાર વરસાદ : નરોડા, કુબેરનગર, એરપોર્ટ, કોતરપુર, મેમ્કો, સૈજપુરમાં અડધો કલાકમાં...

અમદાવાદમાં ધોધમાર વરસાદ : નરોડા, કુબેરનગર, એરપોર્ટ, કોતરપુર, મેમ્કો, સૈજપુરમાં અડધો કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો, દુકાનોમાં પાણી ઘૂસ્યાં

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હાલમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ગઈકાલની જેમ આજે પણ સવારે 11:30 બાદ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી વાદળો છવાયાં હતાં અને 12 વાગતા સુધીમાં શહેરના રાણીપ, વાડજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા ચાણક્યપુરી સહિતના વિસ્તારોમાં એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જો કે 10 મિનિટના ધોધમાર વરસાદ બાદ વરસાદ ધીમો થઈ ગયો હતો. જ્યારે પૂર્વ વિસ્તારમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાયાં હતાં અને પૂર્વમાં પણ ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. ભારે વરસાદ અને વરસાદી પાણીના કારણે શહેરના નરોડા પાટિયાથી કૃષ્ણનગર અને સૈજપુર તરફ ટ્રાફિકજામ થયો છે. સૈજપુર પાસે આવેલા ગરનાળામાં પણ પાણી ભરાઇ ગયું હતું.સવારે 11 વાગ્યા બાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. નરોડા, કુબેરનગર, એરપોર્ટ, કોતરપુર, મેમ્કો, સૈજપુર સહિતના વિસ્તારોમાં 30 મિનિટમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. બે ઇંચ વરસાદ પડતાની સાથે જ કુબેરનગર, નરોડા અને એરપોર્ટ રોડ પર પાણી ભરાયાં હતાં. વરસાદી પાણી ભરાવવાના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પવન અને ગાજવીજ સાથે પશ્ચિમ વિસ્તારમાં નારણપુરા, અખબારનગર, ચાંદલોડિયા, રાણીપ, ન્યુ રાણીપ, શાહપુર, દુધેશ્વર, જમાલપુર, લાલ દરવાજા, ખાડિયા સહિતના વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

પશ્ચિમ વિસ્તારમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ :
હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેને પગલે આજે સતત બીજા દિવસે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરમાં ભરબપોરે 12 વાગ્યા બાદ આકાશમાં કાળાં ડિબાંગ વાદળો છવાયાં છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે.

પૂર્વ અમદાવાદમાં બજારમાં વરસાદી પાણી ભરાયાં :
અમદાવાદમાં 30 મિનિટમાં પૂર્વ વિસ્તારમાં કુબેરનગર અને નરોડા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. કુબેરનગર વિસ્તારમાં આવેલા બજારમાં વરસાદી પાણી ભરાઇ ગયાં હતાં. ગટરના પાણી ઉભરાઇને બહાર આવ્યાં અને વરસાદી પાણી ભરાવવાના કારણે બજારમાં પાણી ભરાઇ ગયાં છે. સામાન્ય વરસાદમાં પણ પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતાં કોર્પોરેશનના પ્રિ-મોન્સુન કામગીરી સામે સવાલ ઊભા થયા છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here