શિવરંજની સહિતના વિસ્તારો ભારે વરસાદ વચ્ચે પાણી પાણી થયા : મોડી સાંજે ટ્રાફિક જામ વચ્ચે ભારે અંધાધૂંધી
અમદાવાદ
અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં મોડી સાંજે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. જેના કારણે શ્રેણીબદ્ધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ધોધમાર વરસાદના કારણે મોડી સાંજે ટ્રાફિક જામની સ્થતિ સર્જાઈ હતી. પવન અને વિજળીના કડાકાભડકા સાથે જારદાર વરસાદ તુટી પડ્યો હતો. નિચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. હાથીજણ, રામોલ, એસજી હાઈવે, વિજય ચાર રસ્તા, નારણપુરા, વિજય ચારરસ્તા, શાહપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે મોડી સાંજે જનજીવન ઉપર અસર થઇ હતી. અનેક વિસ્તારોમાં વરસાદના લીધે વાહન ચાલકો પણ અટવાયા હતા. વાહન ચાલકો ભારે પરેશાન દેખાયા હતા. બીજી બાજુ અમદાવાદમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે વાસણા બેરેજના આઠ દરવાજા ખોલવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં ભારે વરસાદના લીધે જીવરાજ પાર્ક, શ્યામલ, શિવરંજની, રામોલ અને પાલડીમાં ભારે વરસાદ થયો છે.
વાસણા બેરેજના આઠ દરવાજા ચાર ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. પૂર્વ અને પશ્ચિમ પટ્ટામાં ધોધમાર વરસાદ થઇ ગયો છે. અમદાવાદના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ પણ પડ્યો હોવાના સમાચાર મળ્યા છે. બે કલાકના વરસાદના કારણે વાસણા બેરેજના દરવાજા ખોલવાની ફરજ પડી છે. અમદાવાદ શહેરમાં પણ અતિભારે વરસાદ પડવાની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. ખેડા, આણંદ, દાહોદ, મહિસાગરમાં પણ ભારે વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરમાં હજુ સુધી સિઝનમાં ૫૩૫ મીમી સુધીનો વરસાદ થઇ ચુક્યો છે. મોડી સાંજે અમદાવાદમાં ભારે વરસાદના લીધે મોડી રાત્રે ઘરે જતાં લોકો જુદી જુદી જગ્યાઓ ઉપર અટવાઈ પડ્યા હતા. કલાકોના ગાળામાં જ બે ઇંચથી વધુ વરસાદ પડી ગયો હતો.