Wednesday, August 5, 2026
HomeGujaratAhmedabadઅમિત શાહે ગરદનની પાછળ સર્જરી કરાવી : તરત રજા મળી

અમિત શાહે ગરદનની પાછળ સર્જરી કરાવી : તરત રજા મળી

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

શાહ પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા માટે બે દિવસ સુધી અમદાવાદમાં : ૬ઠ્ઠીએ હિરપુરામાં ખાતમૂહુર્ત કરશે

અમદાવાદ,તા. ૪
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શહેરમાં વૈષ્ણૌદેવી સર્કલ પાસે આવેલી કેડી હોસ્પિટલમાં આજે સવારે દાખલ થયા હતા. તેમને ગરદનના પાછળના ભાગે લિપોમાની નાનકડી સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ તેમને બે કલાકમાં રજા પણ આપી દેવામાં આવી હતી. જા કે, કેન્દ્રીય ગૃહમંત્રીના આજે સવારે અચાનક હોસ્પટલમાં દાખલ થવાની ઘટનાને લઇ અનેક અટકળો અને તર્ક-વિતર્કો વહેતા થયા હતા. જા કે, બાદમાં હોસ્પટલ સત્તાધીશોએ સ્પષ્ટતા કરી હતી. કેડી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડો. અદિત દેસાઈએ આ અંગે જણાવ્યું હતું કે, ગૃહમંત્રી અમિત શાહને સવારે ૯-૦૦ વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની એનેસ્થેસિયાની મદદથી સફળતાપૂર્વક પાછળના ભાગે ગરદન નીચે લિપોમાનું નાનું ઓપરેશન કરાયું હતું. નાનકડી સર્જરી બાદ તેમને રજા આપવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઇકાલે રાત્રે અમદાવાદમાં આવી પહોંચ્યાં હતા. અમદાવાદ એરપોર્ટ તેમનું સ્વાગત જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ વાઘેલાએ કર્યું હતું. અમિત શાહ તેમના પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા માટે તા.૪ અને ૫ સપ્ટેમ્બરે ગુજરાતમાં રહેવાના છે. શાહ રાજકીય મુલાકાતે નહી હોવાથી કમલમમાં પણ કોઇ ખાસ સૂચના અપાઈ ન હતી. ગૃહમંત્રી અમિત શાહ તા.૬ સપ્ટેમ્બરે વિજાપુર પાસેના હિરપુરા ગામે સાબરમતી નદીમાં આકાર પામનારા ૨૧૩ કરોડ રૂપિયાના બેરેજનું ખાતમૂહુર્ત કરશે. આ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ કર્યા બાદ ગૃહમંત્રી અચાનક અમદાવાદ આવ્યાં છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here