મુંબઈ સમાચાર
સોની એંન્ટરટેઈનમેંટ ટેલિવિઝનના કિડઝ સિંગિગ રીઆલિટી શો; સુપરસ્ટાર સિંગરે યુવા
ગાયકોના પ્રતિભાના ખજાના સાથે તેની અદભુત સિઝનની શરૂઆત સાથે ભારતિય દર્શકોના
હદયમાં તેમનુ સ્થાન બનાવ્યુ હતુ. આવનાર એપિસોડમાં બાળકો ૫૦ ના અને ૬૦ ના સંગીત યુગને પાછો જીવંત બનાવ્યો હતો જેમાં બોલિવુડ ઈન્ડસ્ટ્રીની બે અનંત સુંદરીઓ વહિદા રહેમાન અને આશા પારેખ હાજર હતી, કે જેઓ સુપર સ્ટાર સિંગરના આવનારા એપિસોડના સેટસ ઉપર
બિરાજવાના છે. સ્પર્ધકો તેમની સુપરહિટ મુવિઝમાંથી કેટલાક અવિસ્મરણીય અને સદાબહાર ગીતો પર્ફોમ કરશે. આ શો દરમ્યાન, હોસ્ટ જય ભાનુશાળીએ વહિદા રહેમાનના સૌથી મોટા ચાહકનો પરીચય કરાવ્યો હતો; અમિતાભ બચ્ચન. મિ. બચ્ચને વહિદા જી સાથેની ઘણીબધી અજાણી યાદો જણાવીહતી અને ભૂતકાળની યાદો તે બંન્નેની યાદોમાં આવી ગઈ હતી.
બોલિવુડની સદાબહાર સુંદરતાના વખાણ કરતા, વહિદા રહેમાન , અમિતાભ બચ્ચને
જણાવ્યુ, ” મારા જીવનમાં બે આદર્શો છે દિલિપકુમાર જી અને વહિદા રહેમાન. વહિદા રહેમાન
આજની તારીખ સુધીમાં મારા માટે સૌથી સુંદર સ્ત્રી રહિ છે. તે માત્ર એક મહાન કલાકાર જ નથી
પરંતુ તેમના સ્વભાવથી એક મહાન માણસ પણ છે અને મારા માટે વહિદાજી ભારતિય સ્ત્રીઓનું એકસંપૂર્ણ ઉદાહરણ પણ છે. રેશમા ઔર શેરામાં તેણીની સાથે કામ કરવાની મને સૌ પ્રથમ વખત તકમળી હતી. શુટીંગ દરમ્યાન, એક એવો પ્રસંગ હતો કે જેમાં સુનિલ દત ને વહિદા જી એ રણમાં ખુલ્લા પગે સાથે બેસવાનુ હતુ કારણકે શુટીંગ દરમ્યાન અમારા જોડા સાથે રેતીમાં ઉભા રહેવું અસંભવ હતુ.મને વહિદાજીની એટલી બધી ચિંતા હતી કે આટલી ભયંકર સ્થિતિમાં તેણી કેવી રીતે શુટીંગ કરી શકે છે અને તે પણ પગરખા વગર. તેથી જેવી નિર્દેશકે બ્રેક જાહેર કરી કે થોડા સમયમાં પાછ ત્યારે કોઈ પણ પ્રકારનો સમય વેડફયા સિવાય હું વહિદાજી ના જુતા લઈને તેમની આ ક્ષણ મારા માટે એટલી બધી ખાસ હતી કે હું તેને વર્ણવી શકતો નથી. ત્યાર બાદ મે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યુ જેવી કે ત્રિશૂળ, અદાલત, નમક હલાલ ને બીજા ઘણા બધા.” વધુમાં મિ. બચ્ચને ઉમેર્યુ, ” તેમજ, એક વધુ રસપ્રદ સત્ય વહિદા જી વિષે જણાવવાનુ
ગમશે, તેણીએ અમારા કુટુંબના ત્રણ સભ્યો સાથે કામ કર્યુ છે અને અમારા ત્રણે જણ સાથે માતાનીભૂમિકા ભજવી છે. ફાગુન ફિલ્મમાં તેણીએ મારી પત્ની (જયા બચ્ચન) ની માતાની ભૂમિકા ભજવીહતી, ઓમ જય જગદિશમાં અભિષેક સાથે અને ત્રિશૂળમાં મારી સાથે. વહિદા જી આપણી બોલિવુડઇન્ડસ્ટ્રીમાં મોટુ અને અતુલ્ય બલિદાન આપ્યુ છે કે જેને શબ્દોમાં વ્યકત કરી શકાતુ નથી.”