Sunday, March 8, 2026
HomeIndiaઅમેરિકાની ચૂંટણી વચ્ચે સટ્ટાબજાર ગરમ, કમલા હેરિસ અને ટ્રમ્પમાં કોના જીતવાની સંભાવના...

અમેરિકાની ચૂંટણી વચ્ચે સટ્ટાબજાર ગરમ, કમલા હેરિસ અને ટ્રમ્પમાં કોના જીતવાની સંભાવના વધુ?

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

અમેરિકાના પ્રમુખ પદ માટેની આ વખતની ચૂંટણી ઐતિહાસિક બની રહેવા સંભવ છે. આ વખતે એક તરફ રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એકવાર ચૂંટાવા મેદાનમાં છે. તો બીજી તરફ હવે નિવૃત્ત થનારા પ્રમુખ જો બાયડેનનાં આશિર્વાદ પ્રાપ્ત વર્તમાન ઉપપ્રમુખ તેવાં ભારત વંશીય કમલા હેરીસ ડેમોક્રેટિક પાર્ટી તરફથી સ્પર્ધામાં ઝૂકાવ્યું છે.પૂર્વે યોજાયેલ પ્રિપોલ સર્વેમાં મહત્ત્વનાં રાજ્યોમાં ટ્રમ્પ ૫૪%થી આગળ હતા. જ્યારે હેરીસ તરફે માત્ર ૪૫% જેટલા જ મતદારો હતા, તેમાંયે ટ્રમ્પ ઉપર થયેલ ગોળીબાર પછી તો ટ્રમ્પના વિજયની તકો ઘણી ઊંચી જઈ રહી હતી, પરંતુ તે ઘટના ધીમે ધીમે ભૂલાતી ગઇ છે અને સ્પર્ધા સતત ધારદાર બનતી રહી છે.

એક સમયે ટ્રમ્પ નેવાડા, એરીઝોના, જ્યોર્જીયા અને નોર્થ કેરોલિનામાં ૫૪% જેટલા મતદારોને પ્રિય થઇ પડયા હતા, જ્યારે પેન્સીલવાનિયામાં કમલાએ ૪૫% મત મેળવ્યા હતા. પંરતુ જેમ જેમ ચૂંટણી આગળ જતી રહે તેમ તેમ કમલા બંને વચ્ચેનું અંતર કાપતાં ગયાં છે. પરિણામે બેટિંગ માર્કેટમાં ગુરૂવારે કમલાના વિજય માટે ૩૧,૩૭૫ બેટ્સ પડયા છે જ્યારે ટ્રમ્પના વિજય માટે ૨૫,૯૮૫ બેટ્સ પડયા છે.ઉલ્લેખનીય છે કે બેટિંગ સારી વાત નથી જ, પરંતુ તે સાથે તે યાદ રાખવું જોઇએ કે આ સટ્ટાખોરો પાસે ઝીણવટ ભરી માહિતી હોય છે. કારણ કે તેમાં પૈસા જીતવાના કે ખોવાની ઘટનાઓ બને છે. તેથી સટોડિયા પૂરેપૂરી ચકાસણી કરતા હોય છે. તેઓએ જ આ વખતે કમલાની તરફેણ કરી છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here