Sunday, September 20, 2026
HomeIndiaકોંગ્રેસના કદાવર મુખ્યમંત્રીની ખુરશી પર ખતરો? આજે રાજ્યપાલ કરી શકે છે મોટો...

કોંગ્રેસના કદાવર મુખ્યમંત્રીની ખુરશી પર ખતરો? આજે રાજ્યપાલ કરી શકે છે મોટો નિર્ણય, જાણો મામલો

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

કોંગ્રેસના કદાવર નેતા અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની ખુરશી પર ખતરો મંડરાઈ રહ્યો છે. સીએમ સિદ્ધારમૈયા અંગે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત આજે એક મોટો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય મુખ્યમંત્રી સામે ભ્રષ્ટાચારના આરોપમાં કેસ ચલાવવા સંબંધિત છે. એક્ટિવિસ્ટ ટીજે અબ્રાહમે રાજ્યપાલને વિનંતી કરી છે કે, સિદ્ધારમૈયા સામે ભ્રષ્ટાચાર અંગે કેસ ચલાવવા આવે. બીજી તરફ મંત્રી પરિષદે રાજ્યપાલને અપીલ કરી છે કે આવું ન કરવામાં આવે. વિપક્ષી ભાજપ અને JDS પણ આ કેસ ચલાવવા માટે દબાણ બનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મુડામાં મુખ્યમંત્રી સામે ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે. આરોપ છે કે, મુખ્યમંત્રીએ મૈસુરના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે 14 પ્લોટ હાંસલ કર્યા છે.

મુખ્યમંત્રી અને તેમની પાર્ટી કાનૂની લડાઈ લડવાના મૂડમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કાર્યવાહીની માંગને લઈને વિપક્ષે મૈસૂર અને બેંગલુરુ વચ્ચે એક સપ્તાહ માટે પદયાત્રા શરૂ કરી છે. બીજી તરફ ભાજપના વિરોધ પ્રદર્શનથી લોકોનું ધ્યાન હટાવવા માટે કોંગ્રેસ છ દિવસની રેલી કરી રહી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ આ અંગે રાજ્યપાલ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, રાજ્યપાલ ભાજપના હાથનું રમકડું બનીને રહી ગયા છે. સીએમએ એ પણ આરોપ લગાવ્યો કે, રાજ્યપાલ ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રી અને તેમની પાર્ટી આ મામલે કાનૂની લડાઈ લડવાના મૂડમાં છે. એક અહેવાલ પ્રમાણે આ કેસથી પરિચિત લોકોએ આ જાણકારી આપી છે. ભાજપ-JDSની યાત્રાના બીજા દિવસે પણ નેતાઓએ મુખ્યમંત્રી પર પ્રહારો કરવાનું ચાલુ રાખ્યું હતું. બીજી તરફ કોંગ્રેસ નેતાઓએ પોતાની રેલી દરમિયાન JDSના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામી પર પ્રહાર કર્યા હતા. રામનગર જિલ્લામાં JDSની મજબૂત પકડ છે. લોકસભામાં ચૂંટાયા તે પહેલા કુમારસ્વામી ચન્નાપટના વિધાનસભા મત વિસ્તારના પ્રતિનિધિ હતા. કુમારસ્વામીએ રવિવારે ભાજપ અને JDS કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ સાથે જ તેમને એમ પણ કહ્યું કે હું કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ કરવા માટે ભાજપ સાથે કામ કરતો રહીશ અને એનડીએને સત્તામાં લાવીશું.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here