૩૩ નાગરિકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા : કેન્દ્ર સરકાર દ્વારા પણ પુરતો સહકાર મળી રહ્યો છે : ગુજરાત સરકાર
અમદાવાદ, તા.૫
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના લીધે જનજીવન ઉપર અસર થઇ છે. અનેક નદીઓમાં ઘોડાપુરની સ્થતિ જાવા મળી રહી છે. સેંકડો લોકોનું સ્થળાંત કરવામાં આવ્યું છે. કિમ નદીના કીમ કોસંબા રોડ ઉપર ફરી વળતા સાવચેતીના પગલા લેવાયા છે. ૧૧ ગામોને હજુ પણ એલર્ટ ઉપર રખાયા છે. રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં વહીવટી તંત્ર દ્વારા કરાયેલ કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ રોજબરોજ સતત માર્ગદર્શન પુરુ પાડીને મોનીટરીંગ કરીને કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હતી. મહેસૂલ મંત્રી પટેલે કહ્યુ કે, રાજ્ય સરકારની સતર્કતા તથા સમયબદ્ધ આયોજનના પરિણામે કોઇ મોટી જાનહાનિ થઇ નથી. રાજ્યનો એકપણ તાલુકો એવો નથી કે જ્યાં વરસાદ પડ્યો ન હોય. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૧.૫૫ ટકા જેટલો નોંધાયો છે. તેમણે કહ્યું કે, વરસાદથી અસરગ્રસ્ત એવા દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, ભરૂચ, નવસારી, વડોદરા અને ડાંગ જિલ્લામાંથી ૨૧૦૮૬ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને ૩૭૩ નાગરિકોને રેસ્ક્યુ કરીને બચાવાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ સારો સહયોગ સાંપડી રહ્યો છે. એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ની કામગીરી પણ સંતોષકારક રહી છે. જેના લીધે લોકોને આપણે બચાવી શક્યા છીએ. અસરગ્રસ્ત જિલ્લાઓમાં પાણી ઓછું થતા નિયમોનુસાર કેશડોલ્સની ચૂકવણી સત્વરે શરૂ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, રાહત નિયામક મનોજ કોઠારી સહિત મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બારડોલી નગર તથા ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે બારડોલીથી પસાર થતી મીંઢોળા નદીમાં પૂર આવતા નીચાણવાળા વિસ્તાર તલાવડી, રાજીવ નાગર, કોર્ટ સામેનો ખાળો જેવા વિસ્તારોમાં મીંઢોળા નદીના પૂરના પાણી ભરાઈ ગયા હતા. જા કે, સલામતીના ભાગરૂપે બારડોલી મામલતદાર અને બારડોલી ફાયર અધિકારી અશરગ્રસ્તોની મુલાકાત લઈ મહિલાઓ, બાળકો, વૃધ્ધો-અશકતો સહિતના અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડયા હતા. દરમ્યાન છેલ્લા બે દિવસથી વરસાદ પડતા અને ઉપરવાસમાં પણ પડી રહેલા વરસાદને પગલે ઓલપાડ તાલુકામાંથી પસાર થતી કીમ નદીમાં આવેલ ઘોડાપૂરના પગલે કદરામા ગામના હળપતિવાસમાં પાંચ ફુટથી વધુ પાણી ભરાતા ગામના સરપંચ મનહર પટેલ સહિતનાએ ૨૭ જેટલા કુટુંબોના ૧૧૦ લોકોને સલામત સ્થળે ખસેડી ભોજન સામગ્રીની વ્યવસ્થા કરી હતી. માંગરોળ તાલુકામાં ૧૮ ઈંચથી વધુ વરસાદ ખાબકતાં તેમ જ કીમ નદીના ઉપરવાસમાં પણ વરસાદના પગલે કિમ નદી હાલ બે કાંઠે વહી રહી હતી. હાલ તેની ૧૧ મીટરની વો‹નગ લેવલની સપાટી વટાવીને તેની ૧૩ મીટરની ભયજનક સપાટી પાસે ૧૨.૧૫ પર વહી રહી છે. કીમ નદીમાં પૂરના પગલે માંગરોળ તાલુકાના કુલ ૧૧ ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા., જે પૈકી ૭ ગામોમાં કીમ નદીના પાણી ઘુસી જતા તેમાંથી કુલ ૧૫૮ કુટુંબના ૭૮૧ સભ્યોને સલામત સ્થળે ખસેડવાની તજવીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. કીમ નદીના પાણી કીમ કોસંબા રોડ ઉપર કુવરડા ગામની હદમાં આવેલ વિનાયક રેસીડેન્સી તેમજ અન્ય સોસાયટી જે કીમ નદીના કાંઠે વશી હોય તેમાં પણ પુરના પાણી ઘૂસી જતા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ કોસંબા ખાતેથી કુંવરદા ગામે કોસંબા બાજુના રોડ ઉપર પહોંચી હતી અને સોસાયટીઓમાંથી કુલ ૨૨ કુટુંબના ૧૩૦ સભ્યોને સ્ટેટ ડિઝાસ્ટર મેજમેન્ટ ટીમની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ રેસ્ક્યુ ઓપરેશનમાં કોસંબા પોલીસ પણ જોડાઈ હતી. હાલ અત્યાર સુધી કોઈ જાનહાનિ તંત્રના રેકોર્ડ નોંધા
ઈ નથી. માંગરોળ તાલુકાના કઠવાડા ગામેથી ૭૦ કુટુંબના ૧૯૪ સભ્યો, સાવા ગામથી ૧૦ કુટુંબના ૨૬ સભ્યો, મોટાબોરસરા ગામના ૨૦ કુટુંબના૧૧૦ સભ્યો, હથોડા ગામના ૪૦ કુટુંબના ૧૯૦ સભ્યો, કોઠવા ગામના ૬ કુટુંબના ૨૭ સભ્યો તેમજ કોસંબાના ૨૦ કુટુંબના ૧૦૪ સભ્યોને સલામત સ્થળે ખસેડી તેમના માટે રહેવા અને જમવાની વ્યવસ્થા તંત્ર અને સ્થાનિક લોકોની મદદથી કરવામાં આવી હતી. કોસંબા માંગરોળ રોડ પર કોસંબા પાસે ખાડીમાં વધુ પાણી રોડ પર ફરી વળ્યા હતા અને રાત્રિના કોસંબા માંગરોળ રોડ બંધ થયો હતો. આ ઉપરાંત કોસંબા સાવા રોડ પર પણ ઇન્દિરા નગર પાસે રોડ પર પાણી ફરી વળતા એ પણ રોડ બંધ થયો હતો.