ધોલેરા ખાતે વ્હીસલીંગ મિડોઝનો નવો પ્રોજેકટ

0
21

અમદાવાદ, તા.૬
અમદાવાદ અને સાણંદ ખાતે કલબ અને રિસોર્ટ ક્ષેત્રે બહુ ઉમદા સુવિધાઓ આપી ટૂંકાગાળામાં લોકપ્રિયતા હાંસલ કરનાર વ્હીસલીંગ મિડોઝ કલબ અને રિસોર્ટ દ્વારા હવે આગામી દિવસોમાં ધોલેરા ખાતે પણ તેના સભ્યો અને લોકોના મનોરંજન અને આનંદ પ્રમોદ માટે વધુ એક પ્રોજેકટ હાથ ધરવાનું નક્કી કરાયું છે. ધોલેરા ખાતે પણ વ્હીસલીંગ મિડોઝ કલબ અને રિસોર્ટનો આ કરોડો રૂપિયાનો નવો પ્રોજેકટ એકાદ-બે વર્ષમાં પૂર્ણ કરાય તેવી શકયતા છે. આ ગ્રુપની પ્રખ્યાત કેપ્સીકમ રેસ્ટોરન્ટની આગામી ત્રણ વર્ષમાં અમદાવાદ સહિત રાજયભરમાં ૧૦૦ જેટલી ફ્રેન્ચાઇઝી સ્થાપવાનું પણ આયોજન હાથ ધરાયું છે. કલબ અને રિસોર્ટમાં હવે તમામ પ્રકારની સેવા અને સુવિધાઓ સભ્યોને આપી શકાય તે હેતુથી હવે વ્હીસલીંગ મિડોઝ કલબ અને રિસોર્ટ દ્વારા હવે ઇકવિટી શેરીંગ, ટ્રાવેલ એન્ડ ટુરીઝમ, રેસિડેન્સીયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ડેવલપમેન્ટ અને ઇન્શ્યોરન્સ સહિતની અનેકવિધ સેવાઓ આપવાની અનોખી પહેલ શરૂ કરી છે કે જેથી આ ગ્રુપ સાથે સંકળાયેલા હજારો સભ્યો તેનો વ્યાપક લાભ મેળવી શકે એમ અત્રે વ્હીસલીંગ મિડોઝ કલબ એન્ડ રિસોર્ટના ચેરમેન રાહુલ ઘીયા અને ફાઉન્ડર રૂપલ ઘીયાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારો તે તેમ જ રાજયના અન્ય વિસ્તારોમાંથી કુદરતી સ્વર્ગના આનંદ અને ભરપૂર મનોરંજની અનુભૂતિ કરાવતાં અમદાવાદ અને સાણંદના કુંડાલ ગામ ખાતેના વ્હીસલીંગ મિડોઝના નજરાણાં માત્ર પાંચ વર્ષના ટૂંકાગાળામાં ખૂબ લોકપ્રિયતા હાંસલ કરી છે અને હવે આ ગ્રુપ દ્વારા આગામી બે વર્ષમાં કુલ ટર્નઓવર રૂ.૩૫ કરોડ અને પાંચ વર્ષમાં વધારીને રૂ.૧૦૦ કરોડ સુધી લઇ જવાનું સમગ્ર આયોજન હાથ ધરાયું છે. કેપ્સીકમ રેસ્ટોરન્ટ આ ગ્રુપની આગવી ઓળખ છે અને તાજેતરમાં જ સિંધુભવન રોડ પર કેપ્સીકમ ફ્રેન્ચાઇઝી રેસ્ટોરન્ટ શરૂ કરાઇ છે. કેપ્સીકમ રેસ્ટોરન્ટ ગુજરાતની એકમાત્ર એવી રેસ્ટોરન્ટ છે કે જે ગ્રાહકોને લાઇવ ૪૦થી ૫૦ આઇટમો અને ખાવાપીવાની વાનગીઓ પીરસે છે. જે બિલકુલ હાઇજેનિક, સ્વાદિષ્ટ અને તાજી હોય છે.