મિથુનઃ–
પોઝિટિવઃ– મિથુન રાશિ માટે આ વર્ષ થોડું પડકાર સ્વરૂપ રહેશે. પરંતુ બુદ્ધિમત્તા તથા વિવેકથી તમે મુશ્કેલીઓ સામે લડી શકશો અને તેનો ઉકેલ શોધી શકશો. વિદ્યાર્થીઓને અભ્યાસ કે પ્રતિયોગિતાને લગતી પરીક્ષામાં અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે, પરંતુ ખૂબ જ વધારે મહેનતની પણ જરૂરિયાત છે. સંપત્તિને લગતો કે અન્ય કોઇપણ વિવાદ કોઇ કોઇ અન્ય વ્યક્તિ દ્વારા ઉકેલવા માટે સમય યોગ્ય છે. સંબંધીઓ સાથે ચાલી રહેલાં વિવાદ પણ દૂર થશે તથા સંબંધો મધુર રહેશે. વર્ષની શરૂઆતમાં પરિસ્થિતિ વધારે અનુકૂળ રહેશે. તમારા સંપર્કોની સીમા પણ વિસ્તૃત થશે તથા મિત્રોની મદદ તમારા ઉત્સાહ તથા આત્મવિશ્વાસને વધારશે. આ વર્ષ ધાર્મિક તથા અધ્યાત્મિક યાત્રાઓનો સમયગાળો રહેશે.
નેગેટિવઃ– આર્થિક ખેંચતાણ ચાલતી રહેશે. સફળતા મેળવવા માટે વધારે મહેનત કરવી પડશે. ક્યારેક તમારો આત્મવિશ્વાસ ડગમગી શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ ઉપર ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂરિયાત છે. ઇનકમ ટેક્સ, લોન વગેરે જેવી ફાઇલોને પૂર્ણ રાખો, નહીંતર કોઇ કાર્યવાહી પણ થઇ શકે છે. જોકે, આર્થિક સ્થિતિ વધારે સારી રહેશે નહીં. પરંતુ જરૂરિયાત સમયે હાથ ખાલી પણ નહીં રહે. ખાસ કરીને સાસરિયાં પક્ષ સાથે મધુર સંબંધ જાળવી રાખો, આ સમયે તમારી ખરાબ આદતો ઉપર અંકુશ રાખવો ખૂબ જ જરૂરી છે. ઘરના કોઇ વડીલ સભ્યને સ્વાસ્થ્યને લગતી સમસ્યા થઇ શકે છે.
વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિથી આ વર્ષ સામાન્ય જ રહેશે. આવકની સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે. વેપારના વિસ્તારને લગતી યોજનાઓ તો બનશે, પરંતુ તેમને શરૂ કરવા માટે વધારે મહેનત અને પ્રયાસ કરવા પડશે. રોકાણને લગતાં કાર્યો કરતી સમયે અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે. પાર્ટનરશિપને લગતાં વ્યવસાય માટે આ વર્ષ ઉત્તમ રહેશે. જોબમાં બોસ તથા અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ રહેશે. કોઇ મહત્ત્વપૂર્ણ અથોરિટી પણ મળવાની સંભાવના છે. પ્રમોશનના યોગ અને મનોવાંછિત સ્થાને ટ્રાન્સફર થઇ શકે છે.
લવઃ– બાળકના કરિયર તથા લગ્નને લગતાં મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થઇ શકે છે. લગ્ન સંબંધોમાં મધુરતા રહેશે. પતિ-પત્ની વચ્ચે થોડા મતભેદ થઇ શકે છે. જોકે, એકબીજાના તાલમેલ દ્વારા સંબંધોમાં મધુરતા આવી જશે. સંબંધીઓ સાથે સંબંધ થોડા ખાસ સારા રહેશે નહીં, પરંતુ ઘરના વડીલોનો આશીર્વાદ અને સ્નેહ પરિવાર ઉપર જળવાયેલો રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાયેલી રહેશે, પરંતુ આ સંબંધોના કારણે તમારા અભ્યાસ અને કરિયર પ્રત્યે બેદરકાર ન રહો.
સ્વાસ્થ્યઃ-સ્વાસ્થ્યને લગતાં કોઇ નાના-મોટા ઉતાર-ચઢાવ આવતાં રહેશે. કોઇ ગંભીર બીમારીની સંભાવના નથી. પાચનને લગતી સમસ્યા રહેશે. શારીરિક દૃષ્ટિએ નબળાઇ અનુભવ થઇ શકે છે. ખરાબ આદતો તથા ખરાબ સંગતથી દૂર રહો. યોગ અને કસરતને વિશેષ રૂપથી તમારી દિનચર્યામાં સામેલ કરો.