આજે જાણો કેવુ રહેશે વૃષભ રાશિના જાતકોનું ૨૦૨૧નું રાશિફળ….

0
21

વૃષભઃ- પોઝિટિવઃ– આ વર્ષ આ રાશિના લોકો માટે સમૃદ્ધિદાયક રહેશે. ભાગ્ય અને ઉન્નતિના રસ્તા પ્રબળ બનશે. ધન પ્રાપ્તિના સ્ત્રોત પહેલાં કરતાં વધારે ખુલશે. તમારી યોગ્યતા અને પ્રતિભા લોકો સામે આવશે. તમે તમારા કોઇ રસપૂર્ણ કામમાં સમય પસાર કરવાનો પણ સંકલ્પ લેશો. જેનાથી તમે પોતાને માનસિક અને આત્મિક રૂપથી ખૂબ જ સ્વસ્થ અને પ્રસન્ન અનુભવ કરશો. સાંસારિક કાર્ય પણ સુગમતાથી પૂર્ણ થશે. તમારા માટે મુશ્કેલ સમયમાં મિત્રો અને નજીકના સંબંધીઓનો પૂર્ણ સહયોગ બની રહ્યો છે. સંપર્કોની સીમા વધશે. પ્રોપર્ટીની ખરીદદારીને લગતાં મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થશે. ભાઇઓ વચ્ચે સારા અને સુખમય સંબંધ બંધાશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે અનેકવાર ઉતાવળ અને અતિ ઉત્સાહના કારણે કામ ખરાબ થઇ શકે છે. જેની અસર પારિવારિક સુખ-શાંતિ ઉપર પણ પડશે. તમારા ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખો. સામાજિક ગતિવિધિઓમાં વધારે સમય પસાર કરવાથી તમારા વ્યક્તિગત કાર્યોમાં વિઘ્નો આવશે. જરૂરિયાત પ્રમાણે સમય પસાર કરો. વિદ્યાર્થીઓનું મન આ વર્ષે અભ્યાસ અને તેમના લક્ષ્યથી ભટકી શકે છે. બેકારની ગતિવિધિઓથી ધ્યાન હટાવીને અભ્યાસ પ્રત્યે એકાગ્ર રહો, નહીંતર લક્ષ્ય પ્રાપ્ત કરવું શક્ય રહેશે નહીં.

વ્યવસાયઃ– તમારા વ્યવસાયિક કાર્યોમાં આ વર્ષે ખૂબ જ મહેનત અને પરિશ્રમની જરૂરિયાત છે. કાર્ય વિસ્તારની યોજના શરૂ કરતાં પહેલાં તેના અંગે વિચાર કરો. જોકે, નાની-મોટી પરેશાનીઓ આવશે, પરંતુ તમે તમારી બુદ્ધિમતા તથા વિવેકથી શાંતિપૂર્ણ રીતે ઉકેલ પણ શોધવામાં સક્ષમ રહેશો. પાર્ટનરશિપને લગતાં વ્યવસાયમાં સાવધાન રહેવાની જરૂરિયાત છે. નાની ભૂલના કારણે સંબંધોમાં તિરાડ પડી શકે છે. તેની અસર વ્યવસાય ઉપર પણ પડશે. જમીન, શેરબજાર, સોના-ચાંદી જેવા કાર્યોમાં રોકાણ કરવા માટે સમય ખૂબ જ ઉત્તમ રહેશે. નોકરીમાં પ્રમોશનના યોગ્ય યોગ બનશે. મન પ્રમાણે પ્રમોશન સંભવ છે. ઓફિસનું વાતાવરણ તમારા અનુકૂળ રહેશે.

લવઃ– પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિથી સમય સારો છે. ઘર-પરિવાર તમારી પ્રાથમિકતા ઉપર રહેશે. ઘરમાં બાળકોની કિલકારીને લગતી શુભ સૂચના મળશે. કોઇ લગ્નને લગતાં માંગલિક કામ પણ આ વર્ષે સંપન્ન થઇ શકે છે. ક્યારેક બાળકોની સંગત અને ગતિવિધિઓ તમને ચિંતામાં મુકી શકે છે. યુવાઓની મિત્રતા પ્રેમ સંબંધોમાં બદલાઇ શકે છે અને જલ્દી જ લગ્નના અવસર પણ બનશે. પરણિતા લોકોને વિપરીત લિંગના વ્યક્તિઓ સાથે સંબંધ રાખવા લગ્નજીવનમાં વિવાદ ઊભો કરી શકે છે.

સ્વાસ્થ્યઃ– આ વર્ષ સ્વાસ્થ્ય ઠીક રહેશે. સાંધા તથા ઘુંટણમાં દુખાવાની સમસ્યા વધી શકે છે. સ્ત્રીઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ રૂપથી સજાગ રહેવું. સ્ત્રી જનિત રોગ તેમને પરેશાન કરી શકે છે. થોડો સમય મોર્નિંગ વોક કરવા તથા પ્રકૃતિના સાનિધ્યમાં પસાર કરવો જોઇએ. તેનાથી શારીરિક અને માનસિક બંને પ્રકારે સ્વસ્થ રહેશો