Wednesday, April 30, 2025
HomeGujaratઆટકોટ દુષ્કર્મ કેસ : સવા મહિનાથી ફરાર ભાજપ આગેવાન પ્રેમજી રાદડિયા પોલીસ...

આટકોટ દુષ્કર્મ કેસ : સવા મહિનાથી ફરાર ભાજપ આગેવાન પ્રેમજી રાદડિયા પોલીસ શરણે

Date:

spot_img

Related stories

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં...

કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી...

અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઇન્ડિયાની અસર...

અનંત નેશનલ યુનિવર્સિટીએ રોજ આયોજિત સંશોધન પ્રસારણ વર્કશોપ દરમિયાન...

રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 9 રેલવે કર્મચારી સન્માનિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી...

પેલેડિયમ અમદાવાદમાં અક્ષય તૃતીયા નિમિતે દાગીનાની ખરીદી પર મેળવો...

અક્ષય તૃતીયા પર સમૃદ્ધિ અને શુભતાનું પાવન પર્વ પેલેડિયમ...
spot_img

જસદણ તાલુકાના આટકોટ ખાતે માતુશ્રી ડી. બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરનાર યુવતી પર ભાજપના બે આગેવાનોએ અનેક વખત દુષ્કર્મ ગુજાર્યાની ઘટનામાં થોડા સમય પહેલા એક આગેવાન મધુ ટાઢાણીને પોલીસે પકડી પાડ્યા હતા. ત્યાર બાદ સવા મહિના કરતાં પણ વધુ સમયથી ફરાર બીજા ભાજપ આગેવાન પરેશ પ્રેમજીભાઈ રાદડિયાએ રાજકોટ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રદ થવાથી ગુરૂવારે સામેથી આટકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થતાં પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આટકોટની કન્યા છાત્રાલયનાં ચકચારી પ્રકરણમાં પીડિતા યુવતીએ દોઢેક મહિના પહેલા રાજકોટ જિલ્લા પોલીસવડાને ફરિયાદ અરજી આપી હતી કે, તેણે અહીંનાં પટેલ કન્યા છાત્રાલયમાં 2019-20ની સાલમાં એડમિશન લીધું હતું અને ત્યાં જ રહી અભ્યાસ કરતી હતી. આ દરમિયાન હાલના ટ્રસ્ટી એવા ભાજપના આગેવાન અને વિરનગર ગામે રહેતા રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા સદસ્યાના પતિ પરેશ રાદડીયા તેમજ ભાજપના આગેવાન એવા પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુ ટાઢાણી કે જે પરેશનો મિત્ર હતો, તેણે નજર બગાડી હતી.

જેમાં મધુ અને પરેશ અવારનવાર છાત્રાલયમાં આવતા-જતા અને યેનકેન પ્રકારે હેરાન કરતા હતા. 2021ની સાલમાં મધુ અને પરેશે ધાક-ધમકી આપીને કોઈને કોઈ બહાનું કાઢી તેણીનાં રૂમમાં આવી છેડતી કરવાની સાથોસાથ શારીરિક અડપલા શરૂ કર્યા હતાં. બાદમાં એક દિવસ વારાફરતી બંનેએ દુષ્કર્મ ગુજાર્યું હતું અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારપછી બંને અવારનવાર તેના રૂમમાં આવી તેની મરજી વિરૂદ્ધ બળજબરી કરતાં હતાં.આ દરમિયાન 2023ના જુલાઇ મહિનામાં મધુએ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાની કે.ડી.પી. હોસ્પિટલ ખાતે બોલાવીને ત્યાં પણ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. જેથી બંનેથી કંટાળીને 2024માં તેણી સુરત જતી રહેતા ત્યાં પણ મધુએ આવીને કારમાં બેસાડી દુષ્કર્મ ગુજાર્યું હતું. આખરે તેણીમાં હિંમત આવતા પરિવારના સભ્યોને આપવિતી કહ્યા બાદ આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં...

કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી...

અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઇન્ડિયાની અસર...

અનંત નેશનલ યુનિવર્સિટીએ રોજ આયોજિત સંશોધન પ્રસારણ વર્કશોપ દરમિયાન...

રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 9 રેલવે કર્મચારી સન્માનિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી...

પેલેડિયમ અમદાવાદમાં અક્ષય તૃતીયા નિમિતે દાગીનાની ખરીદી પર મેળવો...

અક્ષય તૃતીયા પર સમૃદ્ધિ અને શુભતાનું પાવન પર્વ પેલેડિયમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here