Monday, September 14, 2026
HomeGujaratમોરબીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન ,રસ્તા અને ભૂગર્ભ ગટરના પ્રશ્ને નિંભર તંત્રવાહકોને જગાડવા...

મોરબીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન ,રસ્તા અને ભૂગર્ભ ગટરના પ્રશ્ને નિંભર તંત્રવાહકોને જગાડવા માટે ઢોલ – નગારા વગાડીને આક્રોશ ઠાલવાયો

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ ખરાબ રોડ અને ભુગર્ભના પ્રશ્ને આજે વેપારીઓ અને કોંગ્રેસ દ્વારા નગરપાલિકા કચેરીમાં નિંભર તંત્રવાહકોને જગાડવા માટે ઢોલ વગાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ નવા ડેલા રોડ પર મસમોટા ખાડા પડી જતા વાહનચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અનેક વાહનચાલકો આ ખાડામાં પડી ગયા હતા. આ ત્રણ વર્ષ જૂનો પ્રશ્ન છે. અહી ભૂગર્ભ પણ છલકાઈ રહી છે. જે બાબતે અનેક વખત નગરપાલિકામાં આ અંગે રજૂઆત કરવામાં આવી છે. પાલિકા દ્વારા માત્ર મોરમ નાખીને કામ ચલાવવામાં આવી રહ્યું છે. જો રોડ ઊંચો કરવામાં આવે તો આ સમસ્યાનું કાયમી નિરાકરણ થઈ શકે તેમ છે, પરંતુ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન હાલ ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઇ જતાં સ્થાનિક વેપારીઓની ધીરજ ખુંટી ગઈ હતી. જેથી આજે વેપારીઓએ કોંગ્રેસને સાથે રાખીને ઢોલ-નગારા વગાડીને મોરબી નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં ચીફ ઓફિસર હાજર ન હોય. જ્યાં સુધી ચીફ ઓફિસર ન આવે ત્યાં સુધી બેસી રહેવા એલાન કરવામાં આવ્યું હતું. અહીં પણ ઢોલ-નગારા વગાડીને નિંભર તંત્રવાહકોને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાદમાં વહેલીતકે યોગ્ય નિરાકરણની ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડયો હતો. આ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા વેપારીઓ અને આગેવાનોએ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષથી જૂના બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં ગટરના પાણી ભરાય છે. બે-બે ફૂટના ખાડા પડી ગયા છે. અનેક વખત અગાઉ અરજીઓ આપી છે. પરંતુ પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. મોરબી શહેરના રસ્તાઓની આવી હાલત હોય આજે તંત્રવાહકોને જગાડવા માટે ઢોલ-નગારા સાથે નગરપાલિકા કચેરીએ આવ્યા છીએ. અહીંયા લોકપ્રશ્નો સાંભળવા કોઈ હાજર હોતું નથી. તંત્રવાહકો માત્ર વાતો કરવાના બદલે પ્રજાના પ્રશ્નોનું નક્કર સમાધાન કરે તેવી માગ છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here