એક સમયે બેનના વફાદાર નેતાઓ-કાર્યકરો શુભેચ્છા પાઠવવા આવ્યા નહીંપૂર્વ CM આનંદીબેન પટેલે ગઇ કાલે પોતાનો 77મો જન્મોદિવસ ઉજવ્યો. હાલ આનંદીબેન મધ્યપ્રદેશના રાજ્યપાલ હોય તેઓએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.
જોકે, આનંદીબેનના જન્મદિવસ દરમિયાન સૌથી રસપ્રદ વાત એ હતી કે જ્યારે તેઓ ગુજરાતના શિક્ષણ મંત્રી અને ત્યાર બાદ મુખ્યમંત્રી હતા ત્યારે તેમને મળવા માટે કાર્યકરો, નેતાઓ અને અધિકારીઓની લાંબી લાઇનો લાગતી હતી. પરંતુ હાલ તેઓ સરકારના કોઇ પદ પર નથી ત્યારે તેમને મળવા માટે જૂજ લોકો જ આવ્યા હતા.આનંદીબેન જ્યારે સત્તામાં હતા અને જે કાર્યકરો અને નેતાઓને કામ કરેલા તેઓ આનંદીબેનને મધ્ય પ્રદેશ મળવા ગયા ન હતા અને જે વાસ્તવમાં વફાદાર હતા અને આનંદીબેન પાસે કોઇ કામ કરાવ્યા ન હતા તેઓ તેમને મળવા મધ્ય પ્રદેશ પહોંચ્યા હતા. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે આનંદીબેન પટેલે ગુજરાતના CMની ખુરશી સંભાળી. તેઓ રાજ્યાના પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યા. આનંદીબેન પટેલ સૌથી વધુ સમય ધારાસભ્યપદે રહેનારા ગુજરાતનાં મહિલા ધારાસભ્યોમાંના એક છે. તેઓએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત 1994માં રાજ્ય સભાના સભ્ય તરીકે કરી હતી અને 1998ની રાજ્યની ચૂંટણીઓ દરમિયાન તેઓ ગુજરાતમાંથી ધારાસભ્ય બન્યા. હાલમાં તેઓ એકમાત્ર ગુજરાતના મહિલા ધારાસભ્ય છે જે સતત ચાર વખતથી ચૂંટાયા હોય.