Monday, October 5, 2026
HomeGujaratAhmedabadશાર્પનર શોધતી બીજા ધોરણની વિદ્યાર્થિનીને ટીચરે ફટકારી

શાર્પનર શોધતી બીજા ધોરણની વિદ્યાર્થિનીને ટીચરે ફટકારી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

શહેરમાં સ્કૂલના ટીચર દ્વારા વિદ્યાર્થીઓને મારવાના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. થલતેજમાં આવેલી સંત કબીર સ્કૂલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યા‌િર્થનીને તેનાં ક્લાસ ટીચરે માર મારીને બહાર કાઢી મૂકતાં આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ગઇ કાલે વિદ્યા‌િર્થની પોતાની બેન્ચ પર બેઠી હતી ત્યારે તેનું શાર્પનર નીચે પડી ગયું હતું. વિદ્યા‌િર્થની શાર્પનર શોધતી હતી તે સમયે ટીચરે તેને માર માર્યો હતો.
સેટેલાઇટ વિનાયક રે‌િસડન્સીમાં રહેતા એક દંપતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સંત કબીરનાં ટીચર વિરુદ્ધમાં માર મારવાની ફરિયાદ કરી છે. દંપતીની આઠ વર્ષની દીકરી સંત કબીર સ્કૂલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરે છે.
સવારના સાતથી દોઢ વાગ્યા સુધીનો વિદ્યા‌િર્થનીનો સ્કૂલનો સમય છે. દિવાળી વેકેશન પૂરું થયા બાદ ગઇ કાલે વિદ્યા‌િર્થનીનો સ્કૂલમાં બીજો દિવસ હતો ત્યારે ક્લાસ ટીચર અનીતા ચોપરાએ તેને માર મારીને ક્લાસની બહાર કાઢી મૂકીને પનીશમેન્ટ કરી હતી.
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર વિદ્યા‌િર્થની તેની બેન્ચ પર બેઠી બેઠી ભણતી હતી ત્યારે તેનું શાર્પનર નીચે પડી ગયું હતું. વિદ્યા‌િર્થની બેન્ચની નીચે જઇને શાર્પનર શોધતી હતી ત્યારે ટીચર અનીતા ચોપરા તેની જોડે આવ્યાં હતાં અને તમારે ભણવું હોતું નથી અને મસ્તી કરો છે તેમ કહીને માર માર્યો હતો.
અનીતાએ વિદ્યા‌િર્થનીને માર્યા બાદ તેને ક્લાસમાંથી બહાર કાઢી મૂકીને પનીશમેન્ટ કરી હતી. સ્કૂલથી છૂટીને વિદ્યા‌િર્થની ઘરે આવી ત્યારે તે અચાનક રડવા લાગી હતી. વિદ્યા‌િર્થનીને રડતી જોઇને તેનાં માતાપિતાએ શું થયું તેમ પૂછ્યું હતું. અનીતા ટીચરે તેની સાથે કરેલા વર્તનની જાણ કરતાં ગઇ કાલે સાંજે વિદ્યા‌િર્થનીના માતાપિતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
સંત કબીર સ્કૂલના પ્રિ‌િન્સપાલ પ્રજ્ઞાબહેન પંડ્યાએ જણાવ્યું કે આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં આવી નથી, જો આવી ઘટના બની હોય તો વાલીએ અમારી પાસે આવી જણાવવું જોઈએ, પરંતુ તે ડાયરેક્ટ પોલીસ સ્ટેશન ગયા છે. આ પ્રકારનો કોઈ બનાવ બન્યો નથી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here