Saturday, March 7, 2026
HomeGujaratAhmedabadઆયોજકોનું ટેન્શન વધ્યું, ગરબા ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ, ખેલૈયાઓ અને આયોકોના રંગમાં ભંગ...

આયોજકોનું ટેન્શન વધ્યું, ગરબા ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ, ખેલૈયાઓ અને આયોકોના રંગમાં ભંગ પડે તેવી શક્યતા

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

નવલી નવરાત્રિના આડે હવે એક અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે. નવરાત્રિના પહેલાં ત્રણ નોરતામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેલૈયાઓ અને આયોકોના રંગમાં ભંગ પડે તેવી શક્યતા છે. વરસાદના કારણે ગરબા આયોજકોને ભારે નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે.

ગરબાના મેદાન પાણીમાં ગરકાવ:
સામાન્ય રીતે ભાદરવા સાથે જ ચોમાસું વિદાય લઈ લેતું હોય છે. પરંતુ આ વખતે 5 ઓક્ટોબર બાદ નૈૠત્યનું ચોમાસું વિદાય લેશે. વિદાય પહેલાં પણ મેઘરાજા હજું એક વાર ધમાકેદાર બેટિંગ કરે તેવી સંભાવના છે. હવામાન નિષ્ણાંતોના મતે આગામી 3 થી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. બુધવારથી જ રાજ્યમાં ચોમાસાનો છેલ્લો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. જેના કારણે ગરબાના મેદાનો પાણીથી ભરાઈ ગયાં છે. ગરબાના મેદાનો પાણીમાં ગરકાવ થવાથી આયોજકોએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી અને જો નવરાત્રિમાં વરસાદ પડે તો શું કરવું તેની વિચારણા કરી હતી. અનેક આયોજકો અત્યારથી જ નવરાત્રિમાં વરસાદ પડે તો મેદાન ઢાંકવા માટેની વ્યવસ્થા ઉપરાંત ભરાયેલા પાણી કાઢવા સ્પંજ અને પંપની વ્યવસ્થા કરી રહ્યાં છે. વરસાદના લીધે આયોજકોએ હજુ સુધી ડેકોરેશનની કામગીરી પણ શરૂ નથી કરી. આયોજકો ઓછા સમયે તૈયારીઓ કેવી રીતે પૂરી કરવી તે દિશામાં આગળ વધી રહ્યાં છે. મોટાભાગના આયોજકોનું માનવું છે કે, નવરાત્રિ દરમિયાન વરસાદ વિલન ન બને તો જ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી શકશે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here