છેલ્લા કેટલાક સમયથી ઇન્ડિયન પ્લેયર કુલદીપ યાદવને ટીમમાં સ્થાન નથી મળ્યું અને ઇન્ટરનૅશનલ ક્રિકેટ ટીમમાં સ્થાન ન મળવાની વાતને તે એક પડકાર તરીકે જુએ છે, જેમાંથી તે હાલમાં પસાર થઈ રહ્યો છે.
ઉક્ત બાબતે વાત કરતાં કુલદીપે કહ્યું હતું કે ‘મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે રમીશ. ટીમ માટે હું છેલ્લાં ત્રણ વર્ષથી રમું છું અને એ સમયમાં મેં ઘણા પડકારનો સામનો કર્યો છે, જેમાંનો એક હાલમાં મારી સામે છે. ખરું કહું તો સખત મહેનત અને અનુશાસન વિના આ ગેમ રમવી અઘરી છે.’
વન-ડે ઇન્ટરનૅશનલ મૅચમાં હૅટ-ટ્રિક લેનાર કુલદીપ સાથે યુઝવેન્દ્ર ચહલ પણ ટીમની બહાર છે. જોકે ટીમ ઇન્ડિયા ૨૦૨૦માં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને યુવા પ્લેયરોને તક આપશે અને આ બન્ને પ્લેયરો એ તક ઝડપવાનો પૂરો પ્રયાસ કરશે.