
ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક માર્ગ દુર્ઘટનામાં આઠ લોકોના મોત નીપજ્યા. આ દુર્ઘટના આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર ઔરૈયા બોર્ડર નજીક થઈ. એક સ્લીપર બસ અને પાણીના ટેન્કરમાં ટક્કરના કારણે થયેલી દુર્ઘટનામાં 19 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સૈફઈ મેડીકલ કોલેજ અને તિર્વા મેડીકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. બસમાં કુલ 40 લોકો સવાર હતા. પોલીસે જણાવ્યું કે મામલામાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટેન્કર સાથે ટક્કર બાદ બસ સંપૂર્ણ રીતે પલટાઈ ગઈ. પોલીસ અને સ્થાનિક લોકો ત્યાં દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મદદ કરી રહ્યાં છે.ઘટના બાદ કન્નૌજ પોલીસે એક નિવેદન જારી કરી જણાવ્યું, ‘સકરાવા વિસ્તારમાં એક ડબલ ડેકર બસે ડિવાઈડર પર છોડમાં પાણી નાખી રહેલા પાણીના ટેન્કરને પાછળથી ટક્કર મારી. માહિતી મળતાં તાત્કાલિક પોલીસ, યુપીડા અને એમ્બ્યુલન્સની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. દુર્ઘટનામાં 8 લોકોએ જીવ ગુમાવ્યા અને 19 લોકો ઈજાગ્રસ્ત થયા. તેમના પરિવારજનોને માહિતી આપવામાં આવી રહી છે.કન્નૌજના પોલીસ અધિક્ષકે મીડિયાને જણાવ્યું કે આ બસ લખનૌથી દિલ્હી જઈ રહી હતી. દુર્ઘટનાની જાણકારી મળતાં જ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યુ. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. અન્ય મુસાફરો માટે વૈકલ્પિક બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
लखनऊ-आगरा एक्सप्रेस-वे पर जनपद कन्नौज में हुई बस दुर्घटना में घायल हुए यात्रियों को प्रशासन एवं स्थानीय लोगों की मदद से सहायता पहुँचाई। दुर्घटना स्थल पर बचाव कार्य जारी है। जनपद के जिलाधिकारी एवं एसपी दुर्घटना स्थल पर मौजूद है।
— Swatantra Dev Singh (@swatantrabjp) December 6, 2024
मैं ईश्वर से प्रार्थना करता हूं कि इस दुखद घटना में… pic.twitter.com/GRqL3daT5A


