દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.98791.73 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.12216.84 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.86570.72 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 17799 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1729.46 કરોડનું થયું હતું.કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 7201.36 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.71400ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.71547 અને નીચામાં રૂ.70913ના સ્તરને સ્પર્શી, રૂ.71381ના આગલા બંધ સામે રૂ.58 ઘટી રૂ.71323ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.47 ઘટી રૂ.57737ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.9 ઘટી રૂ.7015ના ભાવે બોલાયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.73 વધી રૂ.70880ના સ્તરે પહોંચ્યો હતો.ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.81300ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.81500 અને નીચામાં રૂ.80697ના સ્તરને સ્પર્શી, રૂ.81209ના આગલા બંધ સામે રૂ.63 ઘટી રૂ.81146ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.27 ઘટી રૂ.83303ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.30 ઘટી રૂ.83307ના ભાવ થયા હતા.બિનલોહ ધાતુઓમાં રૂ. 1614.70 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.2.8 ઘટી રૂ.782.55ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત સપ્ટેમ્બર વાયદો રૂ.4.65 ઘટી રૂ.260.8ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો રૂ.2.9 ઘટી રૂ.219.75ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું સપ્ટેમ્બર વાયદો રૂ.1.2 ઘટી રૂ.183.45ના ભાવ થયા હતા.એનર્જી સેગમેન્ટમાં રૂ. 3419.81 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5911ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6019 અને નીચામાં રૂ.5822ના સ્તરને સ્પર્શી, રૂ.5919ના આગલા બંધ સામે રૂ.49 વધી રૂ.5968ના ભાવે બોલાયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.48 વધી રૂ.5976ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.1.4 વધી રૂ.186.2ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.1.3 વધી રૂ.186.1ના ભાવે બોલાયો હતો.કૃષિચીજોમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.970ના ભાવે ખૂલી, રૂ.3.4 વધી રૂ.972.8ના ભાવ થયા હતા. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.300 વધી રૂ.59500ના ભાવ થયા હતા.
એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.58 અને ચાંદીમાં રૂ.63ની નરમાઈઃ ક્રૂડ તેલ રૂ.49 સુધર્યું
Date: