Monday, June 29, 2026
HomeBusinessપીપીએફ ખાતાધારકો માટે મહત્ત્વના સમાચાર, પહેલી ઓક્ટોબરથી લાગુ થશે આ ત્રણ મોટા...

પીપીએફ ખાતાધારકો માટે મહત્ત્વના સમાચાર, પહેલી ઓક્ટોબરથી લાગુ થશે આ ત્રણ મોટા ફેરફાર

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ઉજ્જવળ ભવિષ્ય માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) સારૂ રોકાણ માધ્યમ છે. જેમાં રોકાણ કરી રિટાયરમેન્ટ માટે ફંડ ભેગુ કરી શકાય છે, જે નિવૃત્તિ સમયે આનંદદાયી અને આરામદાયક સમય પસાર કરવાનું સપનું પૂરું કરે છે. પીપીએફ એકાઉન્ટમાં હાલમાં જ અમુક ફેરફારો કરવામાં આવ્યા છે. નવી ગાઈડલાઈન્સમાં સગીરોના નામ પર એકાઉન્ટ ખોલવા ઉપરાંત પીપીએફ એકાઉન્ટ અને નાની બચત યોજનાઓ હેઠળ પોસ્ટ ઓફિસના માધ્યમથી એનઆરઆઈ માટે પીપીએફ એકાઉન્ટમાં વિસ્તરણ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નાણા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સે પીપીએફ એકાઉન્ટ સંબંધિત 3 નિયમોમાં ફેરફાર કર્યા છે. આ સંદર્ભે 21 ઓગસ્ટ, 2024ના સર્ક્યુલર જાહેર કર્યો હતો. નવા નિયમ 1 ઓક્ટોબર, 2024ના રોજ લાગુ થવાના છે. જે અનુસાર, અનિયમિત નાની બચત યોજનાઓને નિયમિત કરવાની સત્તા નાણા મંત્રાલય પાસે છે. જેથી તેની સાથે જોડાયેલી તમામ બાબતો નાણા મંત્રાલય પાસે મોકલવામાં આવશે.આ સર્ક્યુલર મુજબ, આવા અનિયમિત ખાતાઓ માટે, સગીર 18 વર્ષનો થાય ત્યાં સુધી પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ જેટલું વ્યાજ ચૂકવવામાં આવશે. ત્યારબાદ તેને સંપૂર્ણ વ્યાજ દર ચૂકવવામાં આવશે. આવા ખાતાની પાકતી મુદત જ્યારે સગીર 18 વર્ષનો થાય ત્યારથી ગણવામાં આવશે.

NRIને 30 સપ્ટેમ્બર પછી કોઈ વ્યાજ મળશે નહીં :

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો એકથી વધુ પીપીએફ ખાતા હોય તો યોજનાના વ્યાજ દર પ્રમાણે પ્રાથમિક ખાતામાં પૈસા આવતા રહેશે. બીજા ખાતામાં જમા રકમ પ્રાથમિક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ સિવાય અન્ય કોઈ ખાતા પર વ્યાજ મળશે નહીં. એનઆરઆઈને પણ પીપીએફ ખાતામાં 30 સપ્ટેમ્બર સુધી પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ જેટલું વ્યાજ આપવામાં આવશે. ત્યારબાદ તેમને કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here