

અમદાવાદ, તા.૨
વિશ્વની અગ્રણી બિયર બનાવનાર કંપની (બ્રુઅર) અન્હેયૂઝર-બુશ ઇન્બેવે (એબી ઇન્બેવ) આજે ભારતમાં નોન-આલ્કોહોલ બિયર સેગમેન્ટમાં ઝંપલાવ્યું હોવાની જાહેરાત કરી હતી અને પોતાનું સૌપ્રથમ નોન- આલ્કોહોલ બિયર બડવેઇઝર ૦.૦ લોન્ચ કર્યું હતું. તેના સિગ્નેચર લેજરના વિશ્વસનીય ગુણધર્મ સાથે તૈયાર કરાયેલ બડવેઇઝર ૦.૦ ઉચ્ચ ગુણવત્તાવાળુ કોઇપણ ગમે સ્થળનું પીણુ છે જેમાં જે લોકો આલ્કોહોલ (શરાબ) પીતા નથી તેમનો શોખ પૂરો કરવાનો લક્ષ્યાંક સેવવામાં આવ્યો છે, આમ વિશિષ્ટ બડવેઇઝર રેસિપીના રિફ્રેશીંગ અને ત્વરીત સ્વાદને શોધી કાઢવાની તકોના દ્વાર તેમના માટે ખુલ્યા છે. આ રજૂઆત એબી ઇન્બેવની ગ્લોબલ સ્માર્ટ ડ્રીંકીંગ ગોલ્સ અનુસારની છે જેમાં અમારા વૈશ્વિક બિયરના ૨૦૨૫ સુધીમાં વોલ્યુમના ઓછામાં ઓછા ૨૦ ટકા જેટલું રાખીને બિયરને ઓછા અને બિલકૂલ આલ્કોહોલ નહી તેવું બનાવવાના લક્ષ્યાંકનો સમાવેશ થાય છે અને દરેક બિયરને મુક્ત પણે અને જવાબદારપૂર્ણ રીતે બિયરનો આનંદ માણવા માટે ઉપભોક્તાને સક્ષમ બનાવે છે. નવું પીણુ વિશિષ્ટ બડવેઇઝર રેસિપીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે, જે જવ, ચોઇસ હોપ્સ, આથો, શુદ્ધ ફિલ્ટર કરેલ પાણી અને બીચવુડની વિશિષ્ટ કાલગ્રસ્ત પ્રક્રિયા સાથે બનાવવામાં આવ્યું છે, જેના અંતિમ તબક્કામા બડવેઇઝરના ધોરણોને અનૂકુળ સ્વાદ જાળવી રાખવા માટે ખાસ પ્રક્રિયા દ્વારા આલ્કોહોલ દૂર કરવામાં આવે છે. આ લોન્ચ પર ટિપ્પણી કરતા એબી ઇન્બેવના સાઉથ એશિયાના બેન વરહાર્ટે જણાવ્યું હતં કે, બડવેઇઝર દેશમાં અત્યંત ઝડપથી વૃદ્ધિ પામતી બ્રાન્ડમાંની એક છે અને ભારતમા પ્રવર્તમાન પોર્ટફોલિયોમાં બડવેઇઝર ૦.૦નો ઉમેરો કરતા અમે આનંદ અનુભવીએ છીએ. ભારતમાં આલ્કોહોલ વિનાના બિયરનું માર્કેટ હજુ પ્રાથમિક અવસ્થામાં છે ત્યારે અગ્રણી બ્રુઅર તરીકે અમે આ સેગમેન્ટને વિકસાવવા માટે ભારે તક જોઇએ છીએ. વોલ્યુમના ઓછામાં ઓછા ૨૦ ટકા જેટલું રાખીને બિયરને ઓછા અને બિલકૂલ આલ્કોહોલ નહી તેવું બનાવવાના ગ્લોબલ સ્માર્ટ ડ્રીંકીંગ ગોલ્સ અનુસારનું છે.