ઓડીની એપથી ગ્રાહકોને તમામ માહિતી મળી જશે

0
24

અમદાવાદ, તા.૨
જર્મન લકઝરી કાર ઉત્પાદક કંપની ઓડીએ ડિજીટલાઈઝેશન દ્વારા આવતીકાલની ડિજીટલ કાર ગ્રાહકોને આજે પૂરી પાડવાનું ક્રાંતિકારી પગલું ભર્યું છે. ઓડીએ તેના ગ્રાહકો અને ડિલર પાર્ટનરો માટે તેની ડિજીટલાઈઝેશન વ્યુહરચનામાં ભાગરૂપે વિવિધ ટેક ડ્રાઈવન ન્યુ એજ સોલ્યુશન્સ રજૂ કર્યા છે. ઓડીએ કનેકટેડ કાર ટેક્નોલોજી માય ઓડી કનેકટ એપ રજૂ કરી છે. આ સાથે જ ઓડી ઈન્ટેલીજન્ટ નેટવર્કીંગઅને ટેકનોલોજી સોલ્યુશન્સ મુકનારી પ્રથમકંપની બની ગઇ છે. જેને પગલે હવે ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટીના કારણે ગ્રાહકનાં ઘરેથી જ સંપૂર્ણ વિઝયુલાઈઝેશન અને કસ્ટમાઈઝેશન શકય બનશે. ગ્રાહકોને રિયલ ટાઇમે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ બનશે એમ અત્રે ઓડિ ઇÂન્ડયાના હેડ શ્રી રાહિલ અન્સારીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓડીની આ અનોખી એપથી ગ્રાહકોને કાર સાથે કોઈ ઘટના ઘટે તો સમયસરની કરફ્યુ નોટિફિકેશન્સ અને ડિસ્ટર્બન્સ નોટિફિકેશન્સની સંપૂર્ણ જાણકારી મળે છે. માય ઓડી કનેકટ એપમાં ઓડી માલિકની લાઈફસ્ટાઈલને પણ વિવિધ આકર્ષણો સાથે આવરી લેવામાં આવી છે. ઓડીએ ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર) અને વર્ચ્યુઅલ રિયાલીટી (વીઆર) એલિમેન્ટસ જેવા આકર્ષણો રજૂ કર્યા છે. જેનાથી ગ્રાહકોને કાર ખરીદતા પહેલા સંપૂર્ણ ચિત્ર જોવા મળી શકે છે. ઓડીએ ઈકોમર્સને પણ સઘન બનાવ્યું છે. ગ્રાહકો કોઈપણ ઓડી મર્કેન્ડાઈઝ ઓડી શોપમાંથી ખરીદી શકે છે. આ પ્રસંગે ઓડી ઈન્ડિયાનાં હેડ શ્રી રાહિલ અન્સારીએ વધુમાં ઉમેર્યં હતું કે, ડિજીટલાઈઝેશન અમારા માટે મુખ્ય આધાર સ્તંભોમાંનું એક અને ભવિષ્ય છે. વર્ચ્યુઅલ રિયાલીટી સોલ્યુશનને કારણે ગ્રાહકોને તેમની વ્યક્તિગત જરૂરિયાત પ્રમાણેની કારની સંપૂર્ણ માહિતી અને ચિત્ર મળી શકે છે. અમને વિશ્વાસ છે કે, અમારા નવા ડિજીટલાઈઝેશન પગલાઓનાં કારણે અમારા ગ્રાહકો અમારી બ્રાન્ડની ફિલસુફીનો સાચા અર્થમાં અનુભવવા મળશે. ગ્રાહકો માટે આ એપ અને હાઇટેક સોલ્યુશન્સ બહુ લાભકારી અને ઉપયોગી બની રહેશે.