
બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી ફિલ્મ ‘ધ બંકિઘમ મર્ડર્સ’ ધોવાઈ ગઈ હતી જ્યારે છ વર્ષ પછી ફરી રીલિઝ થયેલી ‘તુમ્બાડે’ તેના કરતાં પણ સારો બિઝનેસ કર્યો હતો. ‘તુમ્બાડ’ ૨૦૧૮માં રીલિઝ થઈ ત્યારે લાઈફટાઈમ ૧૩ કરોડનું કલેક્શન મેળવી શકી હતી. જ્યારે આ વખતે તેણે પાંચ જ દિવસમાં ૧૦ કરોડનું કલેક્શન મેળવી લીધું છે. અગાઉ તૃપ્તિ ડિમરીની ‘લૈલા મજનુ’ પણ તેની ઓરિજિનલ રીલિઝ કરતાં રી રીલિઝમાં વધારે કમાઈ હતી. જ્યારે કરીના કપૂરની ‘ધ બંકિઘમ મર્ડર્સ’ બોક્સ ઓફિસ પર ધોવાઈ ગઈ છે.