Friday, November 22, 2024
Homeકાશ્મીર: ત્રણ આતંકી ઢેર, દેશદ્રોહી પથ્થરમારોમાંથી 8ને ફૂકી માર્યા : અલગતાવાદીઓનું ત્રણ...

કાશ્મીર: ત્રણ આતંકી ઢેર, દેશદ્રોહી પથ્થરમારોમાંથી 8ને ફૂકી માર્યા : અલગતાવાદીઓનું ત્રણ દિવસની હડતાળનું એલાન

Date:

spot_img

Related stories

અમેરિકામાં શું ગૌતમ અદાણીની થઈ શકે છે ધરપકડ ?...

અમેરિકામાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પર 250 મિલિયન...

મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસના ભણકારા! ધારાસભ્યોને ભાજપની નજરથી દૂર રાખવામાં...

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતીકાલે જાહેર થયા છે. એક્ઝિટ...

નવું મકાન કે રિનોવેશન કરાવવાનું હોય તો અમદાવાદીઓ ચેતજો!,...

અમદાવાદ : અમદાવાદમાં મકાન રીપેરીંગ કે તેને તોડીને નવા...

પેરામેડિકલમાં વિદ્યાર્થીઓની નિરસતા બાદ આયુર્વેદ-હોમિયોપેથીમાં પ્રવેશ રદની છૂટ અપાઈ

કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય અને હોમિયોપેથી દ્વારા ઓલ ઈન્ડિયા...

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, 13 ડિગ્રી સાથે સૌથી નીચું...

ગુજરાતમાં ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધી રહ્યો છે. 13...
spot_img
youths blocked the roads and threw stones at police and army personnel

એજન્સી : શ્રીનગર, એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ, બેની હાલત ગંભીર: આતંકીઓને બચાવવા પથ્થરમારો કરી રહેલા સ્થાનિકો પર સલામતી દળોનો ગોળીબાર: ઠાર થયેલા આતંકીમાં સેનામાંથી ભાગેલો જવાન ઠોકર પણ સામેલ: વિવિધ રાજકીય પક્ષોએ નાગરિકોના મોતની ઘટનાને વખોડી. દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં શનિવારે એક એન્કાઉન્ટરમાં ઉગ્ર બનેલી ભીડને અટકાવવા માટે સલામતી દળોએ કરેલા ગોળીબારમાં આઠ નાગરિકો મોતને ભેટ્યા હતા અને અનેક લોકોને ઇજા પહોંચી હતી. જોકે, એ પહેલાં સલામતી દળોએ ત્રણ આતંકીઓને ઠાર મારી દીધા હતા. જેમાં ઝહૂર અહેમદ ઠોકર પણ છે, જે ગત વર્ષે જુલાઇમાં સેનાના કેમ્પમાંથી ફરાર થઇને આતંકવાદી સંગઠનમાં સામેલ થઇ ગયો હતો. આ ઘટનામાં સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. સિમો ગામમાં સલામતી દળો સાથેની મુઠભેડમાં સ્થાનિક રહેવાસી ઠોકર પણ ઘેરાયો હોવાની જાણકારી મળતાં જ સ્થાનિકો ઉગ્ર બની ગયા હતા અને સેના પર પથ્થરમારો શરૂ કર્યો હતો. તેમનાથી બચવા માટે સલામતી દળોને તેમના પર કથિત રીતે ફાયરિંગ કર્યું હતું. જેમાં આઠ નાગરિકો પણ ઠાર મરાયા હતા. સેનાએ આતંકીઓની હાજરી અંગે ઇન્ટેલિજન્સ ઇનપુટ મળતાં જ ઝાડી-ઝાંખરની વચ્ચે આવેલા એક ઘરનો ઘેરો ઘાલ્યો હતો. આતંકીઓ સાથેની આ મુઠભેડ માત્ર ૯૦ મિનિટ ચાલી હતી અને તેમાં ત્રણેય આતંકીઓ ઠાર મરાયા હતા. જોકે, એ પછી સૈનિકોને ભારે આશ્ચર્ય થયું હતું કે તમામ બાજુથી લોકોએ તેમને ઘેરવા લાગ્યા હતા અને પથ્થરમારો કરવા લાગ્યા હતા. કેટલાક લોકો તો સેનાના વાહનો પર ચડીને તેમના શસ્ત્રોને આંચકી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો તેમ પોલીસે જણાવ્યું હતું. ચારેબાજુથી ઘેરાયા બાદ પોતાને બચાવવા માટે સલામતી દળોએ શરૂઆતમાં હવામાં ગોળીબાર કર્યો હતો. પરંતુ ભીડ હિંસક બનતાં તેમને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. તેમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ આઠ નાગરિકો મોતને ભેટ્યા હતા તેમ પોલીસના પ્રવક્તાએ કહ્યું છે. મૃતકોમાં તાજેતરમાં ઇન્ડોનેશિયન પત્ની અને ત્રણ મહિનાની બાળકી સાથે ઘરે પાછો ફરેલા એક કાશ્મીરી યુવકનો પણ સમાવેશ થાય છે. આ યુવક પણ પથ્થરમારા કરતી ભીડમાં સામેલ હતો. પ્રવક્તાએ કહ્યું છે કે વધુ પાંચ લોકોને પણ ગોળીઓ વાગી છે. જોકે, તે તમામની હાલત સ્થિર છે. જાણવાની વાત એ છે કે લોકોને એન્કાઉન્ટર સ્થળથી દૂર રહેવાની સામાન્ય એડવાઇઝરીનું પાલન કરતા નથી અને સલામતી દળોને નિશાન બનાવવા લાગે છે. આ ઘટનામાં એક જવાન શહીદ થયો છે અને બે જવાનોની સ્થિતિ ગંભીર છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જમ્મુ-કાશ્મીરમાં રાજકીય પક્ષોએ આ ઘટનાને વખોડી કાઢ્યા છે. તેમણે કહ્યું છે કે ગવર્નર સત્યપાલ મલિકની આગેવાની હેઠળ તંત્ર લોકોનો જીવ બચાવવામાં ‘ નિષ્ફળ’ રહી છે. સત્તાવાળાઓએ આ ઘટનાને પગલે તંગદિલી ન વધે તે માટે શ્રીનગર સહિત કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરી દીધી છે.
આ ઘટનામાં માર્યો ગયેલો એક આતંકી ઠોકર ગત વર્ષે જુલાઇમાં કાશ્મીરના બારામુલ્લા જિલ્લાની આર્મી યુનિટમાંથી ગુમ થઇ ગયો હતો. તે પોતાની સર્વિસ રિવોલ્વર અને ત્રણ મેગેઝિન લઇને ભાગ્યો હતો અને આતંકી સંગઠનમાં જોડાઇ ગયો હતો. સલામતી દળોનું કહેવું છે કે ઠોકર ૪૪ રાષ્ટ્રીય રાઇફલ્સના રાઇફલમેન ઔરંગઝેબના અપહરણ અને હત્યા સહિત પુલવામા જિલ્લામાં અનેક આતંકી ઘટનામાં સામેલ હતો. આ ઘટનામાં ઠાર મારવામાં આવેલા અન્ય બે આતંકીઓની ઓળખ હજુ પ્રસ્થાપિત થઇ નથી.
પીડીપીના પ્રમુખ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિએ કહ્યું છે કે ‘માર્યા ગયેલા નિર્દોષ નાગરિકોને કોઇપણ તપાસ પાછી ન લાવી શકે. દક્ષિણ કાશ્મીર છેલ્લાં છ મહિનાથી ભયના ઓથાર હેઠળ જીવે છે. ‘કોઇ પણ દેશ પોતાના લોકોને મારીને યુદ્ધ જીતી ન શકે’ તેમ નેશનલ કોન્ફરન્સના ઉપપ્રમુખ ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું. જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ જી એ મીરે આ ઘટનાને અત્યંત કમનસીબ, દુખદ અને અત્યંત વખોડવાને લાયક ગણાવી હતી. સીપીઆઇ(એમ) નેતા અને પૂર્વ ધારાસભ્ય એમ વાય તારિગામીએ કહ્યું હતું કે ભાજપ માટે જમ્મુ-કાશ્મીર મતલક્ષી બની ગયું છે.
કાશ્મીરમાં અલગતાવાદીઓનું ત્રણ દિવસની હડતાળનું એલાન: પુલવામા જિલ્લામાં થયેલી અથડામણમાં સાત નાગરિકોનાં મોત પછી અલગતાવાદીઓ દ્વારા ત્રણ દિવસીય હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. સૈયદ અલી શાહ ગિલાની, મિરવાઈઝ ઉમર ફારૂક અને મોહમ્મદ યાસીન મલિક સહિતાના અલગતાવાદીઓ જોઈન્ટ રેઝિસ્ટન્સ લિડરશીપ અંતર્ગત સોમવારે બદામીબાગ ખાતે આર્મીના ચિનાર કોર્પ્સ હેડ ક્વાર્ટર સુધી માર્ચ કરવા આહ્વાન કર્યુ છે. પુલવામામાં નાગરિકોના મોતની ઘટનાને કાશ્મીરની વિવિધ પાર્ટીઓ દ્વારા વખોડવામાં આવી છે. પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે છેલ્લા છ મહિનાથી દક્ષિણ કાશ્મીર ભયના ઓથાર હેઠળ છે. નાગરિકોની સુરક્ષામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે કોઈ દેશ પોતાના જ લોકોને મારીને કોઈ યુદ્ધ જીતી ન શકે. જ્યારે નેશનલ કોન્ફરન્સના વાઈસ પ્રેસિડન્ટ ઓમર અબ્દુલ્લાએ આ અથડામણની ટીકા કરી હતી. આ એક ભયાનક દિવસ હતો. અથડામણના સ્થળે દેખાવકારો એકઠા થતા હોય છે. આપણે સ્થિતિને સુચારૂ રીતે કઈ રીતે સંભાળતા થઈશું? અલગતાવાદીમાંથી હવે મુખ્યપ્રવાહમાં સામેલ નેતા અને પૂર્વ મંત્રી સજ્જાદ લોને કહ્યું હતું કે તંત્ર દ્વારા આતંકવાદ વિરોધી ઓપરેશન દ્વારા થતી આવી હાનિ અંગે ગંભીરતાપૂર્વક મૂલ્યાંકન કરવું જોઈએ. પુલવામાના સમાચાર ઘણાં દુ:ખદ છે.

અમેરિકામાં શું ગૌતમ અદાણીની થઈ શકે છે ધરપકડ ?...

અમેરિકામાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પર 250 મિલિયન...

મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસના ભણકારા! ધારાસભ્યોને ભાજપની નજરથી દૂર રાખવામાં...

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતીકાલે જાહેર થયા છે. એક્ઝિટ...

નવું મકાન કે રિનોવેશન કરાવવાનું હોય તો અમદાવાદીઓ ચેતજો!,...

અમદાવાદ : અમદાવાદમાં મકાન રીપેરીંગ કે તેને તોડીને નવા...

પેરામેડિકલમાં વિદ્યાર્થીઓની નિરસતા બાદ આયુર્વેદ-હોમિયોપેથીમાં પ્રવેશ રદની છૂટ અપાઈ

કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય અને હોમિયોપેથી દ્વારા ઓલ ઈન્ડિયા...

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, 13 ડિગ્રી સાથે સૌથી નીચું...

ગુજરાતમાં ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધી રહ્યો છે. 13...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here