(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨૩
ઉનાળાની સિઝનમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ચૂક્્યું હોઈ રાજ્યના જુનાગઢ, વલસાડ સહિતના સ્થળો તેમજ પરરાજ્યના મહારાષ્ટ્રના રત્નાગીરી તેમજ છેક કર્ણાટકથી કેરીની વિવિધ જાત શહેરની બજારોમાં ઠલવાઈ રહી છે. જાકે પહેલાંની જેમ કેરીના સંગ્રાહકો કે વેચાણકર્તા વેપારીઓ વધુને વધુ નફો મેળવવા માટે કેમિકલથી કેરી સહિતના ફળને બેધડકપણે પકાવી રહ્યા છે.
આ પ્રકારે કેમિકલનો ઉપયોગ કરીને તેને કૃત્રિમ રીતથી પકવવાથી ગ્રાહકને લાંબા ગાળે આંતરડાનું કેન્સર સહિતની ગંભીર બીમારી થાય છે તેમ છતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ તો આ મામલે રાબેતા મુજબ ઘોર બેદરકારી દાખવી રહ્યા છે.
બીજી તરફ કેરીના વેપારીઓમાં ચાઈનીઝ ઈથિલિનની પડીકીઓનો વપરાશ વધ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કેલ્શિયમ કાર્બાઈડ જેવા કેમિકલ પર લાંબા સમયથી પ્રતિબંધ હોઈ વેપારીઓમાં ચાઈનીઝ બનાવટની ઈથિલિનની પડીકીની માંગ વધી છે.