પોન્ઝી સ્કીમ: 20 દિવસથી નેપાળમાં છુપાયેલો વિનય પાસપોર્ટ વિના ડોલર, યુરો અને પાઉન્ડ વટાવવા ગયો અને પકડાઈ ગયો | ચંદા થાપા નામની 29 વર્ષીય યુવતી વિનયને મદદ કરવા કાઠમંડુથી પોખરા આવી હતી | નેપાળમાં સામાન્ય વ્યક્તિ તરીકે રહેતો હતો, મીડિયા થકી નેપાળ પોલીસને વિગતો મળી
અમદાવાદ: આર્ચર કેરના નામે રૂ.ર૬૦ કરોડનું કૌભાંડ આચરનાર વિનય શાહની નેપાળ પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા આ કૌભાંડમાં વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ ઘણા સમયથી ફરાર હતા. આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઇ હતી જેમાં રોજ નવા નવા ઘટસ્ફોટ થતા હતા. વિનય શાહની કથિત સ્યુસાઇડ નોટ બહાર પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા સુરેન્દ્રસિંહ રાજપૂત તથા તેના પુત્ર સ્વપ્નિલ રાજપૂતની વિનય શાહ સાથેની કથિત ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી.
વિનય શાહની નેપાળ પોલીસે રૂ.૧ર લાખની રોકડ સાથે ધરપકડ કરી છે. નેપાળનું સ્વર્ગ ગણાતા પોખરાવેલીમાં વિનય શાહ રૂ.૧ર લાખની રોકડ રકમ સાથે જતો હતો ત્યારે નેપાળ પોલીસે તેના પર શંકા જતાં તેની અટકાયત કરી હતી. પૂછપરછ દરમ્યાન વિનય શાહ રૂ.ર૬૦ કરોડનો કૌભાંડી હોવાનું બહાર આવતાં નેપાળ પોલીસે તેની ધરપકડ કરી ગુજરાત સીઆઇડીને જાણ કરી છે.
ઉલ્લેખનીય છે કે, થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માિલક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ એક લાખ ગ્રાહકોનું ર૬૦ કરોડનું ફુલેકું ફેરવીને ફરાર થઇ ગયા હતા. બીજી તરફ ક્રાઇમ બ્રાંચના વડા જે.કે.ભટ્ટ, પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રસિંહ રાજપૂત અને તેમના પુત્ર સ્વપ્નીલ રાજપૂત સહિત મીિડયાના કેટલાક િરપોર્ટર પર તોડના આક્ષેપ કરતી વિનય શાહની કિથત સ્યુસાઇડ નોટ સોશિયલ મીિડયા પર વાઈરલ થતાં લોકોમાં આ ચર્ચાનો વિષય બન્યો હતો. પાલડીના યુનિયન ફ્લેટમાં રહેતા વિનય શાહ અને ભાર્ગવી શાહે વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપની ખોલી હતી. તેઓ કંપનીની આડમાં પાંચ હજારથી લઇને રપ હજાર રૂપિયા સુધીની રકમ ડીપોઝીટ પેટે લેતા હતા. તેઓ ગ્રાહકોને ઓનલાઇન પર જાહેરાતો જોવાનું કહીને તેના બદલામાં ૧૮ ટકા વળતર દર મહિને આપવાનું કહેતા હતા. આ પ્રકારે ઠગ દંપતીએ એક લાખ ગ્રાહકો બનાવીને ર૬૦ કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા. દિવાળીના સમયે કેટલાક ગ્રાહકોએ રૂપિયા આપવાનું કહીને બોલાવ્યા હતા જોકે બન્ને જણાએ કોઇને રૂપિયા નહીં આપતાં પ૦૦ કરતાં વધુ ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. ૧પ કરતાં વધુ લોકો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચીિટંગની ફરિયાદ કરવા માટે ગયા હતા જ્યાં પોલીસે મોડી રાતે વિનય અને ભાર્ગવી વિરુદ્ધમાં ફરિયાદ
નોંધી હતી.
બન્ને કંપનીઓના નેજા હેઠળ તેમણે મિલ્ટલેવલ માર્કેિટંગની સ્કીમ મૂકી હતી, જેમાં તેઓ મેમ્બરની ચેઇન બનાવતા હતા, જેમાં ત્રણ પેકેજ હતા પ, ૧૦ અને રપ હજારના પેકેજમાં મેમ્બરિશપ આપતા હતા. આ મેમ્બરિશપ મેળવનાર વ્યકિતને તેમની વેબસાઇટ પર જાહેરાત જોવાનું કહેવામાં આવતું હતું, જેમાં મેમ્બરને િક્લકના આઘારે ૧૮ થી ર૦ ટકા કિમશન આપવામાં આવતું હતું અને વધુ મેમ્બર જોડનારને લોભામણી લાલચ પેટે વિદેશયાત્રા, સોનાના સિક્કા લક્ઝુરિયસ કાર િગફ્ટ આપવામાં આવતી હતી.
શરૂઆતમાં બન્ને જણાએ ગ્રહકોને રૂપિયા આપ્યા હતા, જેથી અન્ય ગ્રાહકો આવી શકે. વિનય શાહે રાજ્યમાંથી એક લાખ ગ્રાહકો પાસેથી ર૬૦ કરોડ રૂપિયા ઉઘરાવી દીધા હતા. ગ્રાહકોને રૂપિયા નહીં આપતાં વિનય શાહ નાસી ગયો હતો. વિનય ભાગી ગયા બાદ ભાર્ગવી પણ ભેદી રીતે લાપતા બની હતી. શાહીબાગની ન્યુ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા રાહુલ દશરથભાઇ જાની સહિત કૌભાંડના ભોગ બનેલા લોકોએ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં વિનય અને ભાર્ગવી વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી.
કૌભાંડી વિનય દુબઇ ભાગવાની વેતરણમાં હતો:- કૌભાંડી વિનય શાહ ચંદા થાપા સાથે દુબઇ ભાગવાની વેતરણમાં હતો. આ અંગે સીઆઈડી ક્રાઇમના એસપી હરેશ દૂધાતે જણાવ્યું હતું કે, વિનય શાહને લાવવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. સીઆઈડીની એક ટીમ નેપાળમાં છે અને 10 થી 15 દિવસમાં વિનય શાહને નેપાળથી ભારત લાવવામાં આવી શકે છે.
સ્વપ્નિલને પૂછપરછ માટે બોલાવ્યો છે, ભાર્ગવીની શોધખોળ ચાલુ:- જ્યારે સ્વપ્નિલ રાજપૂતને પણ પૂછપરછ માટે લાવવામાં આવ્યો છે. બે દિવસ પહેલા પણ સીઆઈડી ક્રાઈમે સ્વપ્નિલ રાજપૂતની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત સીઆઈડી ક્રાઈમ સ્વપ્નિલ અને વિનય શાહની કથિત ઓડિયોની પણ તપાસ કરી રહી છે. આ કેસમાં ભાર્ગવી શાહ હજુ પણ ફરાર છે અને સીઆડી તેની શોધખોળ કરી રહી છે.
વિનય શાહની ખરેખર ધરપકડ થઈ કે આત્મસમર્પણ: કરોડોનો કૌભાંડી વિનય શાહ કાઠમંડુમાં પકડાયો હોવાની જાહેરાત ગુજરાત પોલીસે કરી હતી. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ વાસ્તવમાં વિનયે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હોઈ શકે છે. કેમ કે અગાઉ આ કૌભાંડમાં સંડાવોયેલી તેની પત્ની ભાર્ગવીએ પત્ર મારફતે ગુજરાત પોલીસ સમક્ષ આત્મસમર્પણની તૈયારી દર્શાવી હતી. તે પત્રમાં પણ ઉલ્લેખ હતો કે વિનય શાહને ગુમ કરાયા છે. આ જોતાં ભાર્ગવી શાહના પત્ર બાદ વિનય શાહે નેપાળ પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કર્યું હોઈ શકે છે.