મુંબઇ: ઝી ટીવીએ તાજેતરમાં જ એક હૃદય-સ્પર્શી વાર્તા ક્યું રિશ્તોં મેં કટ્ટી બટ્ટી રજૂ કર્યો છે, આ શોમાં બે નાનકડા અને વ્હાલા બાળકો (રિષી અને રોલી)ની નિર્દોષ દુનિયાને દર્શાવવામાં આવી છે, જે તેમના માતા-પિતાની વચ્ચેના પ્રેમને તથા તેના પાપાને તેની માતા પાસે પાછા લાવવા અને તેમના ‘હેપ્પી ફેમિલી’ને ફરીથી જોડવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. એક સાથે તેઓ એવું ગ્લુ લગાડવા ઇચ્છે છે જેનાથી તે તેમના માતા-પિતા શુભ્રા અને કુલદીપની વચ્ચે પડેલી દરારને જોડી શકે.
જ્યારે ટેલિવિઝન અભિનેતા સિદ્ધાંત વિર સુર્યવંશીએ અહીં કુલદીપનું મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે, જ્યારે પ્રસિદ્ધ અભિનેત્રી નેહા મર્દા શુભ્રાનું પાત્ર ભજવતી જોવા મળશે. વિવિધ શોના કલાકારો તેમના દેખાવની સાથે પ્રયોગ કરવા માટે જાણિતા છે અને નેહા પણ તેમાંની એક છે. આ શોની સાથે અભિનેત્રી લાંબા સમય બાદ ટેલિવિઝન પર પાછી ફરી છે, એટલું જ નથી, પરંતુ તે કેટલાક ફિટનેસ મંત્ર પણ દરેકને આપી રહી છે. તેમના ફિટનેસ નિયમિતતા અંગે જણાવતા નેહા મર્દા જણાવે છે, “હું હંમેશા ફિટ તથા ટોન બોડી રાખવા ઇચ્છતી હતી, મારો હેતુ વજન ઘટાડવાનો જ ન હતો, પરંતુ યોગ્ય મસલ્સ પણ મેળવવાનો હતો. હા, લોકડાઉનમાં ખૂબ જ
સારો સમય આપણી પાસે હતો, જેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ સારી બનાવી શકે, પોતાની જાતે કામ કરવું, ઘણા લોકોએ તેમનો સારી રીતે ઉપયોગ કર્યો છે અને મેં પણ એ જ કર્યું છે. દરેક અલગ વ્યક્તિએ અલગ પ્રકારના બોડી ટાઈપ છે અને તેમને વર્કઆઉટ અલગથી કરવું પડે સાથોસાથ અલગ જ પ્રકારના ડાયેટ કે ફિટનેસ રીજીમને અનુસરવું જોઈએ. મારા ફિટનેસના લક્ષ્યાંકને હાંસિલ કરવા માટે તૂટક-તૂટક ઉપવાસ તથા ગ્લુટેન વગરના ભોજને મારા માટે યોગ્ય કામ કર્યું છે. વ્યક્તિગત રીતે હું ક્યારેય જીમનો ઉપયોગ નથી કરતી પરંતુ તેનો ર્થ એવો નથી કે, હું જીમ જવાનું સુચન નથી આપતી. હું માનું છું કે, જીમ વર્કઆઉટએ મસલ્સને ટાઈટ કરવા માટેનું છે, પરંતુ તે લાંબા સમય માટે ટકતું નથી. હું એક જીમની વ્યક્તિ નથી, હું એક પાવર યોગા મેડિટેશન વ્યક્તિ છે, હું મારી જાતે ઘણી કાર્ડિઓ કરું છું, ડાન્સ મારો શોખ છે, જે મને સ્વસ્થ્ય રાખે છે અ એ મારો મંત્ર છે.”
તેને વધુમાં ઉમેર્યું કે, “હંમેશા એવું કહેવાય છે કે, ઉંમર એ એક નંબર છે, પરંતુ દરેક લોકો તાજગીસભર અને યુવા બનવા ઇચ્છે છે. હું હંમેશા મારા જીવનને બાંધી રાખવા, મારા સમયને જીવવા તથા ભવિષ્યને સાચવવા ઇચ્છું છું અને તેના માટે ચુસ્ત અને આરોગ્યપ્રદ હોવું ખૂબ જ મહત્વનું છે. ઘણા લોકો મને કહે છેક , હું એક માતાનું પાત્ર ભજવું છું તો, મારે પાતળું હોવું જરૂરી નથી, પરંતુ એક કલાકાર તરીકે મારે જીવનમાં ઘણા વિવિધ પાત્ર ભજવવાના હોય છે અને મને નથી લાગતું કે, તેને મારે ચુકવા જોઈએ. અને હવે તો, માતા પણ સેક્સી હોય છે, મલાઈકા અરોરા અને કરીના કપૂર ખાન તેના ઉદાહરણ છે, તે ખરેખર સારું કામ કરી રહી છે. માતાની વ્યાખ્યા તેના દેખાવ પરથી નહીં પરંતુ તેના ગૌરવ અને પરિપક્વતાથી વ્યાખ્યાયિત થાય છે.”
નેહાએ આપણને ઘણો સારો ફિટનેસ લક્ષ્યાંક આપ્યો છે! : આગામી એપિસોડમાં દરર્શકો માટે ઘણા નાટકનો સમાવેશ થાય છે, જેમાં શુભ્રાએ કુલદીપ અને સમાઈરાના ચક્કરની ખબર પડે છે, સાથોસાથ તેને એ પણ ઓફર કરે છે કે, શુભ્રાએ તેના પતિની સાથે તેને પણ સ્વિકારવી પડશે અથવા તો, તેને તેના પતિને તેને ભૂલી જવું પડશે. શું શુભ્રા સમાઈરાની ઓફરને સ્વિકારશે કે તેનો બીજો પ્લાન બનાવશે? ક્યું રિશ્તો મેં કટ્ટી બટ્ટીમાં શું થાય છે, જે જૂઓ દર સોમવારથી શનિવાર રાત્રે 10 વાગે ફક્ત ઝી ટીવી પર!
ક્યું રિશ્તોં મેં કટ્ટી બટ્ટીની નેહા મર્દા જણાવે છે, “મારા ચુસ્ત શરીરનો મંત્ર છે, ગ્લુટેન વગરનું ભોજન અને તૂટક તૂટક ઉપવાસ”
Date: