Wednesday, October 14, 2026
HomeIndiaબંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા સરકાર

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા સરકાર

Date:

Related stories

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

એરટેલ પોસ્ટપેઇડ ગ્રાહકો અમદાવાદમાં આદિત્ય ગઢવી સાથે ગરબાનો ખાસ...

આ નવરાત્રિમાં એરટેલ તેના પોસ્ટપેઇડ ગ્રાહકોને અમદાવાદમાં લોકપ્રિય ગાયક...

ગાંધીનગર યાર્ડ અને GEB પાવર પ્લાન્ટની વચ્ચે આવેલ રેલવે...

25 ઓક્ટોબર 2026 સુધી ગાંધીનગર યાર્ડ અને GEB પાવર...

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને માલદા ટાઉન વચ્ચે પૂજા...

પશ્ચિમ રેલવે દ્વારા આગામી પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન...

રાજપીપલા ખાતે લુપ્ત થતા અસલીશેરી ગરબાને જીવંત રાખવા શેરી...

જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને વોઇસ ઓફ નર્મદા રાજપીપલા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન મામલે કેન્દ્ર સરકાર અને મમતા બેનરજી સરકાર સામસામે આવી ગઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સમગ્ર ઘટનાની અત્યંત ગંભીર નોંધ લઈને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ પાસે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં વિગતવાર ખુલાસો માંગ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્ય સરકારને લખેલા પત્રમાં પ્રોટોકોલનો અભાવ, સુરક્ષા વ્યવસ્થામાં ક્ષતિ અને કાર્યક્રમના સ્થળમાં કરાયેલા ફેરફાર અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. આ મામલે જવાબદાર એવા દાર્જિલિંગના ડીએમ, સિલિગુડીના પોલીસ કમિશનર અને એડીએમ સામે કાર્યવાહીની પણ શક્યતા છે.ઉત્તર બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં આયોજિત નવમા આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલનના સ્થળમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાતા રાષ્ટ્રપતિએ પોતે નારાજગી વ્યક્ત કરી હતી. મૂળ કાર્યક્રમ બિધાનનગર (ફાંસીદેવા)માં યોજાવાનો હતો, પરંતુ રાજ્ય પ્રશાસને તેને બાગડોગરા નજીક ગોશાયપુરમાં ખસેડ્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે નવું સ્થળ એટલું નાનું હતું કે હજારો આદિવાસી ભાઈ-બહેનો તેમાં હાજરી આપી શક્યા નહીં. વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરી જણાવ્યું કે, “પશ્ચિમ બંગાળમાં TMCએ સરકારે તમામ હદ પાર કરી દીધી છે. રાષ્ટ્રપતિના આ અપમાન માટે તેમનું વહીવટતંત્ર જવાબદાર છે. એ પણ એટલું જ દુર્ભાગ્યપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળ સરકાર સંથાલ સંસ્કૃતિ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાને આટલી બેદરકારીથી લઈ રહી છે. રાષ્ટ્રપતિનું પદ રાજકારણથી ઉપર છે, અને તેની ગરિમાનું હંમેશા સન્માન કરવું જોઈએ.”રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સિલિગુડીના ફાંસીદેવા ખાતે યોજાયેલા સંમેલન માટે પસંદ કરાયેલા સ્થળના કદ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, ‘સંમેલન માટે પસંદ કરેલું સ્થળ ખૂબ નાનું હતું, જ્યાં 5,000 લોકો માટે પણ પૂરતી જગ્યા નહોતી. બિધાનનગર મેદાન જેવા મોટા સ્થળો ઉપલબ્ધ હોવા છતાં આટલી નાની જગ્યા કેમ પસંદ કરાઈ? જો મોટું મેદાન હોત તો લાખો સંથાલ ભાઈ-બહેનો ભાગ લઈ શક્યા હોત. મમતા બેનરજી મારી નાની બહેન સમાન છે, મને નથી લાગતું કે તે મારાથી ગુસ્સે હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ માટે આવી વ્યવસ્થા કેમ?’

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

એરટેલ પોસ્ટપેઇડ ગ્રાહકો અમદાવાદમાં આદિત્ય ગઢવી સાથે ગરબાનો ખાસ...

આ નવરાત્રિમાં એરટેલ તેના પોસ્ટપેઇડ ગ્રાહકોને અમદાવાદમાં લોકપ્રિય ગાયક...

ગાંધીનગર યાર્ડ અને GEB પાવર પ્લાન્ટની વચ્ચે આવેલ રેલવે...

25 ઓક્ટોબર 2026 સુધી ગાંધીનગર યાર્ડ અને GEB પાવર...

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને માલદા ટાઉન વચ્ચે પૂજા...

પશ્ચિમ રેલવે દ્વારા આગામી પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન...

રાજપીપલા ખાતે લુપ્ત થતા અસલીશેરી ગરબાને જીવંત રાખવા શેરી...

જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને વોઇસ ઓફ નર્મદા રાજપીપલા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here