ઈરાનના ઉપસ્વાસ્થ્યમંત્રી યુનુસ પનાહીએ એ વાતની પુષ્ટી કરી હતી કે સ્કૂલની વિદ્યાર્થિનીઓને ઝેર જાણીજોઇને અપાયું હતું
14 ફેબ્રુઆરીએ બીમાર વિદ્યાર્થિનીઓના માતા-પિતાએ સ્કૂલો સામે સ્પષ્ટતાની માગ સાથે દેખાવ પણ કર્યા હતા
ઈરાનના એક મંત્રીએ સનસનાટી મચાવતો દાવો કર્યો હતો કે અમુક લોકોએ છોકરીઓના શિક્ષણને બંધ કરવાના ઉદ્દેશ્યથી પવિત્ર શહેર કોમમાં સ્કૂલની વિદ્યાર્થિનીનીઓને ઝેર આપી દીધું હતું. અહેવાલ અનુસાર દેશના ઉપસ્વાસ્થ્યમંત્રી યુનુસ પનાહીના હવાલાથી જણાવાયું કે આ ઝેર જાણીજોઈનું અપાયું હતું. આ જ કારણ છે કે ગત વર્ષે નવેમ્બરના છેલ્લા અઠવાડિયા બાદ તહેરાનમાં સ્કૂલની સેંકડો વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
આ મામલે હજુ કોઈ ધરપકડના અહેવાલ નથી
ઈરાનના ઉપસ્વાસ્થ્યમંત્રી યુનુસ પનાહીએ એ વાતની પુષ્ટી કરી હતી કે સ્કૂલની સેંકડો વિદ્યાર્થિનીઓને ઝેર જાણીજોઇને અપાયું હતું. કોમની સ્કૂલોમાં અનેક વિદ્યાર્થિનીઓને ઝેર આપ્યા બાદ એ નોંધ લેવાઈ કે અમુક લોકો ઇચ્છતા હતા કે તમામ સ્કૂલો, ખાસ કરીને છોકરીઓની સ્કૂલોને બંધ કરી દેવામાં આવે. જોકે તેમણે હજુ એ માહિતી આપી નથી કે આ ઝેર આપવા મામલે કોઈની ધરપકડ કરાઈ છે કે નહીં? 14 ફેબ્રુઆરીએ બીમાર વિદ્યાર્થિનીઓના માતા-પિતાએ સ્કૂલો સામે સ્પષ્ટતાની માગ સાથે દેખાવ પણ કર્યા હતા.