0
9

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે લપડાક લગાવતા ફરી કહ્યું – પાકિસ્તાન આતંકીઓને શરણ આપવાનું બંધ કરે

યુદ્ધ અને વિવાદનો અંત શાંતિ દ્વારા જ લાવી શકાય
ભારતે ફરી એકવાર પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર ફિટકાર લગાવી

ભારતે ફરી એકવાર પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર ફિટકાર લગાવી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે કહ્યું કે પાકિસ્તાન આતંકીઓને શરણ આપે છે અને સુરક્ષિત આશ્રય પૂરું પાડે છે. ભારતે કહ્યું કે પાકિસ્તાન બેધડક રીતે આવું કરે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશન પ્રતીક માથુરે કહ્યું કે પાકિસ્તાને ખુદ એવો ટ્રેક રેકોર્ડ ધરાવે છે જે આતંકીઓને શરણ આપે છે. 

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને જવાબ આપતા પ્રતીક માથુરે કહ્યું… 

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને જવાબ આપતા પ્રતીક માથુરે કહ્યું કે હું એમ કહેવા માટે આ મંચનો ઉપયોગ કરી રહ્યો છું કે ભારતે આ વખતે પાકિસ્તાનની ઉશ્કેરણીનો જવાબ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનના પ્રતિનિધિને અમારી સલાહ છે કે ભૂતકાળમાં અમે અનેક આરઓઆરનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે તે અમારી બિનજરૂરી ઉશ્કેરણી કરે છે. નક્કી આવા સમયે આ ખોટું પણ છે જ્યારે બે દિવસની ચર્ચા બાદ આપણે બધા એ વાત પર સંમત થયા છીએ કે યુદ્ધ અને અથડામણનો અંત લાવવા માટે શાંતિ જાળવવી એ જ એકમાત્ર રસ્તો છે.