દિલ્હીથી લઇને કાનપુર, પટણા, રાંચી, ચેન્નઈ સુધી એલપીજી સિલિન્ડરના ભાવમાં 171.50 રૂ.નો ઘટાડો થયો
આ ઘટાડો ફક્ત કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં જ કરાયો, ઘરેલુ રાંધણ ગેસના ભાવ યથાવત્
1 મેના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે દિલ્હીથી લઇને કાનપુર, પટણા, રાંચી, ચેન્નઈ સુધી એલપીજી સિલિન્ડરના ભાવમાં 171.50 રૂ.નો ઘટાડો થયો છે. નવા રેટ આજથી અપડેટ થઈ ગયા છે. જોકે આ ઘટાડો ફક્ત કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં જ કરાયો છે.
ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં
આજથી દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ટર રૂ.1856.50, કોલકાતામાં રૂ. 1960.50, મુંબઈમાં 1808.50 રૂ. તથા ચેન્નઈમાં રૂ. 2021.50માં મળશે. બીજી બાજુ 14.2 કિલોવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. જ્યારે અમદાવાદમાં 1160 રૂ.ના ભાવે મળશે.
તાજેતરમાં એકઝાટકે વધારો ઝિંકાયો હતો
તાજેતરમાં 1 એપ્રિલના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં આશરે 92 રૂ.નો ઘટાડો થયો હતો. જોકે તેના પહેલા એક માર્ચે એકઝાટકે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 350 રૂ. વધારી દેવાયા હતા.