ધારી ગીર પૂર્વમાં 23 સિંહોના મોત બાદ સિંહપ્રેમીઓમાં ગમગીની છવાઇ ગઇ હતી. એક સાથે સિંહો જોવા મળતા ન હતા. પરંતુ 19 સિંહો એકસાથે જોવા મળતા સિંહપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધારી પંથકમાં એકસાથે 19 સિંહો જોવા મળ્યા હતા. જેનો નજારો કેમેરામાં કેદ થયો છે.
19 સિંહોમાં સિંહણ, સિંહ અને સિંહબાળનો સમાવેશ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
19 સિંહોમાં સિંહણ, સિંહબાળ અને સિંહનો સમાવેશ થાય છે. ધારી પંથકમાં જંગલની ધાર પર એકસાથે 19 સિંહો બેઠા હોય કોઇએ આ નજારાનો વીડિયો પોતોના મોબાઇલમાં કેદ કરી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
