ગુજરાતમાં દારૂને મામલે સરકાર બરોબરની સપડાઈ છે. સામે પેટાચૂંટણી આવી રહી છે ત્યારે દારૂ મામલે ગુજરાત સરકાર ઉપર એક પછી એક પ્રહાર થઈ રહ્યા છે એવામાં સરકાર દ્વારા પરમીટના આંકડા જાહેર થતા બળતામાં ઘી હોમાયુ છે. ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી ખાતાની વેબસાઈટ ઉપર 3જી ઓગસ્ટ 2019 સુધીમાં ગુજરાતની 66 હોટેલને વિદેશી દારૂ વેચવાનો પરવાનો આપ્યો હોવાની માહિતી છે.
- અમદાવાદમાં 18 હોટલોને દારૂ વેચવાનો પરવાનો
- છેલ્લા પાંચ વર્ષમાં પરમીટ બમણી
- રાજ્યમાં કુલ 66 હોટેલને દારૂ વેચવાનો પરવાનો
ગુજરાતમાં દારૂની રેલમ છેલ મામલે રાજકિય વર્તુળોમાં ઘમાસાણ જામ્યુ છે ત્યારે હવે રાજ્યમાં સરકાર દ્વારા દારૂની પરમીટના આંકડા સામે આવતા ગુજરાત સરકાર દારૂ મુદ્દે ફરીથી એક વખત ઘેરાઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં દારૂની બમણી પરમીટ આપવામાં આવી છે સામે હોટેલોને પણ દારૂનો વેચવાનો પરવાનો આપતા આંકડા જાહેર થતા ફરી એક વાર ગુજરાતમાં દારૂ બંધી ખાલી નામની હોવાની ચર્ચાને તુલ મળી છે.
છેલ્લા પાંચ વર્ષમાં પરમીટ બમણી
રાજ્યમાં દારૂ વેચાણનો મામલો વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. સરકારે આપેલ દારૂની પરમિશનના આંકડા આવ્યા સામે આવ્યા છે. છેલ્લા 5 વર્ષમાં દારૂની પરમીટમાં બમણો વધારો થયો છે. છેલ્લા 5 વર્ષમાં દારૂની પરમીટ 2644થી 4078 પર પહોંચી ગઈ છે.
રાજ્યમાં કુલ 66 હોટેલને દારૂ વેચવાનો પરવાનો
હાલ રાજ્યની કુલ 66હોટેલો હાલના સમયે દારૂ વેચી રહી છે નવી 31 હોટેલને દારૂ વેચવાની પરવાનગી અપાઇ છે. 2017-18માં 4078 દારૂની પરમીટ આપવામાં આવી છે. ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી ખાતાની વેબસાઈટ ઉપર 3જી ઓગસ્ટ 2019 સુધીમાં ગુજરાતની 66 હોટેલને વિદેશી દારૂ વેચવાનો પરવાનો આપ્યો હોવાની માહિતી છે.
જાણો રાજ્યની કઈ કઈ હોટલમાં વેચાય છે દારૂ.