ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સ્વાઈન ફ્લૂને કારણે 1251 લોકોના મોત થઈ ગયા છે ચાલુ વર્ષે આ આંકડો 151 પહોંચી ગયો છે. 2014માં 517થી લોકો સ્વાઈન ફ્લૂને કારણે મોતને ભેટ્યા હતા. ગુજરાત ભારતમાં થતા સ્વાઈન ફ્લૂમાં ચોથા નંબર પર છે.
- 2018માં 2,164 લોકોને સ્વાઇન ફ્લૂ થયો હતો અને તેમાંથી 97 લોકો મૃત્યુ
- છેલ્લા 5 વર્ષમાં સ્વાઈન ફ્લૂના 22,303 જેટલા કેસ નોંધાયા
- H1N1 એક જીવલેણ વાયરસ છે
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણમાં ડિસ્ટબન્સ સર્જાયુ છે. સિઝનનું પણ કંઈ નક્કી નથી રહેતું. ચોમાસુ, શિયાળો ઉનાળો એ તમામ ઋતુઓ જાણે એક એકબીજામાં ભળી ગઈ છે જેને લીધે સ્વાઈન ફ્લૂને ફેલવાનો મોકો મળી ગયો છે. ગુજરાત સ્વાઈન ફ્લૂથી થતા મોતમાં ચોથા નંબર ઉપર છે.
ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં સ્વાઇન ફ્લૂ વધુ વકર્યો
સ્વાઇન ફ્લૂથી છેલ્લા 5 વર્ષમાં 1251 લોકોના મોત થયા છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં સ્વાઈન ફ્લૂના 22,303 જેટલા કેસ નોંધાયા છે.
સૌથી વધુ કેસ 2014માં
સ્વાઈન ફ્લૂથી 2014માં સૌથી વધુ મોત થયા હતા. એ વખતે સ્વાઈન ફ્લૂએ 517 લોકોના જીવ લીધા હતા. સ્વાઇન ફ્લૂથી થતા મોતમાં ગુજરાત ચોથા નંબરે છે.
આ વર્ષે શું છે સ્થિતિ
ચાલુ વર્ષે ગુજરાતમાં 151 લોકોના સ્વાઇન ફ્લૂથી મોત થયા છે. હજુ તો દિવાળી પછી સ્વાઈન ફ્લૂનો કહેર વરસશે.
અગાઉના વર્ષમાં શું હતી સ્થિતિ
2017માં 7,709 સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા હતા, જેમાંથી 431 લોકો સ્વાઇન ફ્લૂને કારણે મૃત્યુ પામ્યાં હતાં, આવી જ રીતે 2018માં 2,164 લોકોને સ્વાઇન ફ્લૂ થયો હતો અને તેમાંથી 97 લોકો મૃત્યુ પામ્યાં હતાં.
શુ છે સ્વાઈન ફ્લૂ
H1N1 એક એવો વાયરસ છે જેના કારણે લોકો બીમારીનો ભોગ બને છે. હકીકતમાં આ વાયરસના લક્ષણો એપ્રિલ- 2009માં યુ.એસમાં મળી આવ્યાં હતાં. અન્ય શહેરો જેવા કે, મેક્સિકો અને કેનેડામાં પણ આ વાઈરસના કારણે અસંખ્ય લોકો તાવમાં સપડાયાં હતાં. આ એક વાયરસ છે જેનો ચેપ લાગવાથી તે અત્યત ઝડપી રીતે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રવેશી જાય છે.
દક્ષિણ કેલિફોર્નિયા અને સેંટ એન્ટોનિયો,ટેક્સાસમાં પ્રવેશ કરી સર્જી હતી તબાહી
માર્ચ-2009 ના અંતમાં અને એપ્રિલ માસની શરૂઆતમાં સ્વાઈન ફ્લૂ ઈંફ્લુએન્ઝા એ (H1N1) દક્ષિણ કેલિફોર્નિયા અને સેંટ એન્ટોનિયો,ટેક્સાસમાં પ્રવેશ કર્યો. શરૂઆતી તબક્કામાં એ જાણવું ખુબ જ મુશ્કેલ રહ્યું કે, વ્યક્તિ આ વાયરસનો ભોગ બન્યો છે. બધા એવું જ માનતા આ તો સામાન્ય તાવના લક્ષણો છે પરંતુ જ્યારે આ તાવ લાંબા સમય સુધી તેમના શરીરમાંથી ન નિકળ્યો ત્યારે તેઓને તેની ગંભીરતા સમજાઈ. આ વાયરસે 65 વર્ષથી વધુ વયના લોકોને, પાંચ વર્ષની નીચેની ઉમરના બાળકોને,સગર્ભા સ્ત્રીઓને પોતાના નિશાને લીધા.
H1N1 એક જીવલેણ વાયરસ છે
H1N1 એક જીવલેણ વાયરસ છે જેના વિષે દેશ-વિદેશના ઘણા બધા લોકો જાણતા નથી. આ વાયરસ તાવના વાયરસથી બિલકુલ મળતો આવે છે. અહીં પણ દરદી સામાન્ય તાવ, કફ, ગળામાં ખરાશ, શરીરમાં તોડ, માથાનો દુખાવો અનુભવે છે. એચવનએનવનના કારણે કેટલાક લોકોને આ વાયરસના કારણે ઝાડા-ઉલટી અને ન્યૂમોનિયા પણ થઈ જાય છે.