પંચમહાલ ગોધરા રેન્જ આઈજીની સૂચના પ્રમાણે પોલીસે દરોડા પાડીને વિદેશી દારુની 2184 બોટલો જપ્ત કરી છે. જેની કિંમત 10,64,400 થાય છે. પંચમહાલની ગોધરા એલસીબી અને વેજલપુર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આટલી મોટી માત્રામાં દારુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.જીતપુર ગામની સીમમાં કેટલાક શખસો દ્વારા દારુનો વિશાળ જથ્થો તુવેરના કરેઠા નીચે સંતાડવામાં આવ્યો હોવાની બાતમીના આધારે આ રેડ પાડવામાં આવી હતી જેમાં પોલીસને મોટી સફળતા મળી છે. રમેશ વણકર, રણાભાઈ ભરવાડ, નવરતસિંહ ઉર્ફે નટુભાઈ ચૌહાણ, કમલેશ ઉર્ફે બળવંતસિંહ અને જયપાલ ચૌહાણ નામના શખસોએ દારુનો આ જથ્થો સંતાડ્યો હોવાનું પોલીસ ચોપડે નોંધવામાં આવ્યું છે.ખુલ્લા ખેતરમાં દારુનો જથ્થો એ રીતે સંતાડવામાં આવ્યો હતો કે તેની આસપાસમાંથી પસાર થતા લોકોને સહેજ પણ શંકા ન જાય પણ પોલીસ બાતમીના આધારે રેડ પાડીને છુપાવવામાં આવેલા દારુના જથ્થાનો પર્દાફાશ કરી નાખ્યો છે.કુલ 182 પેટીઓમાં 2184 નંગની 10,64,400ની કિંમતનો દારુ પોલીસે કબજે કરીને કાર્યવાહી શરુ કરી છે. આ કેસમાં પોલીસે 5 ઈસમો વિરુધ પ્રોહીબીશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.પોલીસ દ્વારા આ દારુનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને સપ્લાયર કોણ હતું તે અંગેની વધુ તપાસ કરાશે ત્યારે શંકા છે કે દારુની હેરાફેરીમાં હજુ વધુ ચેઈન જોડાયેલી હોવાનું ખુલી શકે છે. અહીં દારુ એકઠો કરીને તેની હેરાફેરી અન્ય કઈ જગ્યાઓ પર કરવામાં આવી છે તે અંગેની પણ પોલીસ તપાસ કરશે