Monday, January 20, 2025
HomeGujaratAhmedabadઘીકાંટા વિસ્તાર મેટ્રોના ચાલી રહેલાં કામથી રાત્રિના સમયે ધ્રુજી રહ્યો છે

ઘીકાંટા વિસ્તાર મેટ્રોના ચાલી રહેલાં કામથી રાત્રિના સમયે ધ્રુજી રહ્યો છે

Date:

spot_img

Related stories

એટીએસ ઈએલજીઆઈ એ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો – ઓટો...

એટીએસ ઈએલજીઆઈ, ભારતની અગ્રણી ગેરજ સાધનોના ઉત્પાદક અને ઈએલજીઆઈ...

લેબગ્રોન ડાયમંડમાં ટ્રમ્પનીપ્રતિકૃતિ : સુરતના 5 રત્નકલાકારે 60 દિવસ...

સુરતના પાંચ રત્નકલાકારે 4.30 કેરેટના ડાયમંડમાંથી અમેરિકાના નવા ચૂંટાયેલા...

ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા લગ્નના બંધનમાં બંધાયો, સોશિયલ મીડિયા...

ભારતના ઓલિમ્પિક ચેમ્પિયન સુપરસ્ટાર નીરજ ચોપરાએ નવા વર્ષમાં પોતાના...

10 વર્ષમાં એવું શું થયું? અમદાવાદમાં 55605 બાળકો ખાનગી...

દેશમાં વધતી જતી મોંઘવારી મધ્યમવર્ગથી માંડીને દરેકને નડી રહી...

મોહમ્મદ રફીની 100મી જન્મજયંતિના ભાગરૂપે સંગીતપ્રેમીઓ માટે મ્યુઝિકલ પ્રોગ્રામ...

મોહમ્મદ રફીના અવાજ વગર હિન્દી સિને સંગીતની કલ્પના પણ...

કલ્યાણ જ્વેલર્સે દરેક દુલ્હનના ‘કલ્યાણ મુહૂર્ત’ની ઉજવણી માટે નવું...

ભારતની સૌથી વિશ્વાસપાત્ર અને આઈકોનિક જ્વેલરી બ્રાન્ડ પૈકીની એક...
spot_img

અમદાવાદ : અમદાવાદ શહેરની મધ્યમાં આવેલો ઘીકાંટા વિસ્તાર આજે તેની અસલ
ઓળખ ગુમાવી બેઠો છે.પહેલાં આ વિસ્તારમાં આવેલી પોળોમાં કોમર્શિયલ બાંધકામો થયા અને
હવે મેટ્રો માટે ચાલી રહેલી કામગીરી આ માટે કારણભૂત હોવાનું સ્થાનિક રહીશોનું
માનવું છે.આ વિસ્તાર એની ઓળખ ગુમાવી બેઠો એ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એટલા જ
જવાબદાર હોવાનું સ્થાનિક રહીશો માની રહ્યા છે.

આ વિસ્તારમાં એક સમયે હેરિટેજ વેલ્યુ ધરાવતું જુની સિવિલ હોસ્પિટલ અને પાછળથી ઘીકાંટા કોર્ટ તરીકે જાણીતી બનેલી ઈમારત મેટ્રોના અંડરપાસ સ્ટેશનની ચાલી રહેલી કામગીરીના કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં મશીનના સતત અવાજથી વાઈબ્રેશન આવતા હોઈ નજીકમાં આવેલા મયુરી ફલેટના રહીશો તો શાંતિથી સૂઈ પણ શકતા નથી.

શહેરના ઘીકાંટા વિસ્તાર એક સમયે આગવી ઓળખ ધરાવતો હતો.વિસ્તારમાં આવેલી અનેક પોળ કે જેમાં નવતાડની પોળ,નાની હમામ,મોટી હમામથી લઈઅનેક પોળોમાં ખુબ મોટી સંખ્યામાં શહેરીજનો રહેતા હતા.આ એ વિસ્તાર છે કે,જયાં ગુજરાતી સાહીત્યના મોટા ગજાના લેખકો અને સાહીત્યકારો પણ અહીં આવેલી પોળમાં વસવાટ કરતા હતા.ઘીકાંટા ચારરસ્તાથી શરૃ થતા રોડ પર એક સમયે અનેક થિયેટરો પણ ચાલતા હતા.કાળક્રમે અમદાવાદ શહેરમાં અવારનવાર થતાં તોફાનોને ધ્યાનમાં લઈ એક પછી એક થિયેટર બંધ થયા અને એના સ્થાને કોમર્શિયલ બિલ્ડીંગો ઉભા કરી દેવામાં આવ્યા.છેલ્લા બે દાયકાથી વધુના સમયમાં આ વિસ્તારમાંથી ચૂંટાઈને આવેલા કોર્પોરેટરોએ જો ધ્યાન આપ્યુ હોત તો આજે ઘીકાંટા વિસ્તાર જે તેની મૂળ ઓળખ ગુમાવી બેઠો છે આ સ્થિતિ સર્જાઈ ના હોત.એમ સ્થાનિક રહીશનું કહેવું છે.વિસ્તારને હજુ તો કોમર્શિયલ બાંધકામોની કળ વળી ના હતી. આટલું ઓછું હોય એમ જુની નોવેલ્ટી સિનેમાથી રામદેવપીર મંદિર તરફ જતો આખો રસ્તો જ મેટ્રોની કામગીરીને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે.

એટીએસ ઈએલજીઆઈ એ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો – ઓટો...

એટીએસ ઈએલજીઆઈ, ભારતની અગ્રણી ગેરજ સાધનોના ઉત્પાદક અને ઈએલજીઆઈ...

લેબગ્રોન ડાયમંડમાં ટ્રમ્પનીપ્રતિકૃતિ : સુરતના 5 રત્નકલાકારે 60 દિવસ...

સુરતના પાંચ રત્નકલાકારે 4.30 કેરેટના ડાયમંડમાંથી અમેરિકાના નવા ચૂંટાયેલા...

ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા લગ્નના બંધનમાં બંધાયો, સોશિયલ મીડિયા...

ભારતના ઓલિમ્પિક ચેમ્પિયન સુપરસ્ટાર નીરજ ચોપરાએ નવા વર્ષમાં પોતાના...

10 વર્ષમાં એવું શું થયું? અમદાવાદમાં 55605 બાળકો ખાનગી...

દેશમાં વધતી જતી મોંઘવારી મધ્યમવર્ગથી માંડીને દરેકને નડી રહી...

મોહમ્મદ રફીની 100મી જન્મજયંતિના ભાગરૂપે સંગીતપ્રેમીઓ માટે મ્યુઝિકલ પ્રોગ્રામ...

મોહમ્મદ રફીના અવાજ વગર હિન્દી સિને સંગીતની કલ્પના પણ...

કલ્યાણ જ્વેલર્સે દરેક દુલ્હનના ‘કલ્યાણ મુહૂર્ત’ની ઉજવણી માટે નવું...

ભારતની સૌથી વિશ્વાસપાત્ર અને આઈકોનિક જ્વેલરી બ્રાન્ડ પૈકીની એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here