ઘીકાંટા વિસ્તાર મેટ્રોના ચાલી રહેલાં કામથી રાત્રિના સમયે ધ્રુજી રહ્યો છે

0
25
આ વિસ્તારમાં જયાં જુની સિવિલ હોસ્પિટલ કે ઘીકાંટા કોર્ટ હતી એ આજે મેટ્રોના અંડરપાસ રુટની કામગીરીને કારણે નેસ્તનાબૂદ થઈ ગઈ છે.
આ વિસ્તારમાં જયાં જુની સિવિલ હોસ્પિટલ કે ઘીકાંટા કોર્ટ હતી એ આજે મેટ્રોના અંડરપાસ રુટની કામગીરીને કારણે નેસ્તનાબૂદ થઈ ગઈ છે.

અમદાવાદ : અમદાવાદ શહેરની મધ્યમાં આવેલો ઘીકાંટા વિસ્તાર આજે તેની અસલ
ઓળખ ગુમાવી બેઠો છે.પહેલાં આ વિસ્તારમાં આવેલી પોળોમાં કોમર્શિયલ બાંધકામો થયા અને
હવે મેટ્રો માટે ચાલી રહેલી કામગીરી આ માટે કારણભૂત હોવાનું સ્થાનિક રહીશોનું
માનવું છે.આ વિસ્તાર એની ઓળખ ગુમાવી બેઠો એ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એટલા જ
જવાબદાર હોવાનું સ્થાનિક રહીશો માની રહ્યા છે.

આ વિસ્તારમાં એક સમયે હેરિટેજ વેલ્યુ ધરાવતું જુની સિવિલ હોસ્પિટલ અને પાછળથી ઘીકાંટા કોર્ટ તરીકે જાણીતી બનેલી ઈમારત મેટ્રોના અંડરપાસ સ્ટેશનની ચાલી રહેલી કામગીરીના કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં મશીનના સતત અવાજથી વાઈબ્રેશન આવતા હોઈ નજીકમાં આવેલા મયુરી ફલેટના રહીશો તો શાંતિથી સૂઈ પણ શકતા નથી.

શહેરના ઘીકાંટા વિસ્તાર એક સમયે આગવી ઓળખ ધરાવતો હતો.વિસ્તારમાં આવેલી અનેક પોળ કે જેમાં નવતાડની પોળ,નાની હમામ,મોટી હમામથી લઈઅનેક પોળોમાં ખુબ મોટી સંખ્યામાં શહેરીજનો રહેતા હતા.આ એ વિસ્તાર છે કે,જયાં ગુજરાતી સાહીત્યના મોટા ગજાના લેખકો અને સાહીત્યકારો પણ અહીં આવેલી પોળમાં વસવાટ કરતા હતા.ઘીકાંટા ચારરસ્તાથી શરૃ થતા રોડ પર એક સમયે અનેક થિયેટરો પણ ચાલતા હતા.કાળક્રમે અમદાવાદ શહેરમાં અવારનવાર થતાં તોફાનોને ધ્યાનમાં લઈ એક પછી એક થિયેટર બંધ થયા અને એના સ્થાને કોમર્શિયલ બિલ્ડીંગો ઉભા કરી દેવામાં આવ્યા.છેલ્લા બે દાયકાથી વધુના સમયમાં આ વિસ્તારમાંથી ચૂંટાઈને આવેલા કોર્પોરેટરોએ જો ધ્યાન આપ્યુ હોત તો આજે ઘીકાંટા વિસ્તાર જે તેની મૂળ ઓળખ ગુમાવી બેઠો છે આ સ્થિતિ સર્જાઈ ના હોત.એમ સ્થાનિક રહીશનું કહેવું છે.વિસ્તારને હજુ તો કોમર્શિયલ બાંધકામોની કળ વળી ના હતી. આટલું ઓછું હોય એમ જુની નોવેલ્ટી સિનેમાથી રામદેવપીર મંદિર તરફ જતો આખો રસ્તો જ મેટ્રોની કામગીરીને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે.