- સ્વામી ચિન્મયાનંદ પાસેથી 5 કરોડ રૂપિયાની માંગણી કરવાનો મામલો
- પીડિતાના 2 મિત્રોને SITએ મંગળવારે રિમાન્ડ પર લીધા
- સુપ્રીમ કોર્ટના આદેશ પર SIT કરી રહી છે મામલાની શોધખોળ
પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને ભાજપ નેતા સ્વામી ચિન્મયાનંદ પર રેપનો આરોપ લગાવનારી પીડિત યુવતીની SIT એ બુધવારે ધરપકડ કરી લીધી છે. યુવતીની એના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. યુવતી પર આરોપ લગાવ્યા બાદ એક વીડિયો પણ સામે આવ્યો હતો. જે બાદ પોલીસે પીડિત યુવતી અને તેના અન્ય 3 સાથીદારો પર કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.ધરપકડ પર ઉત્તર પ્રદેશ પોલીસે કહ્યું કે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે સ્વામી ચિન્મયાનંદ પર રેપનો આરોપ લગાવનારી યુવતીને એમની પાસેથી પૈસા માંગવાના પ્રયત્નના આરોપમાં ધરપકડ કરી લીધી છે.
અગ્રિમ જામીન પર સુનાવણી આવતી કાલે
આ પહેલા સ્વામી ચિન્મયાનંદે રૂપિયા પાંચ કરોડની માંગણી કરવાના મામલે ફરિયાદ કરતા SITએ પીડિતાના દોસ્ત વિક્રમ અને સચિનને રિમાન્ડ પર લીધા હતા. કોર્ટે SITને આરોપીઓના 95 કલાકના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા.