માતાજીનાં નવલા નોરતાનો છઠ્ઠો દિવસ અને આ દિવસે મા કાત્યાયનીની પુજા કરવામાં આવે છે. ત્યારે માતાની ઉત્પત્તિ કઈ રીતે થઈ. કઈ રીતે તેઓને રિઝવી ભક્તગણ પોતાના મનવાંછિત ફળોની પ્રાપ્તિ કરી શકે આ અંગે શાસ્ત્રી અસિતભાઈ જાની જણાવે છે કે આસો સુદ છઠ્ઠના દિવસે મા કાત્યાયનીની પુજાનું વિશેષ મહત્ત્વ છે.
કેવુ છે મા કાત્યાયનીનું સ્વરૂપ :
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કંત નામના પ્રસિધ્ધ મહર્ષિ હતા. તેમના પુત્ર ઋષિ કંત હતા. આજ કાત્ય ગોત્રમાં વિશ્વ પ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયનનો જન્મ થયો. તેમણે ભગવતી પરમાત્માની ઉપાસના કરી. કાત્યાયન ઋષિએ ઘણા વર્ષો ભગવતીની કઠિન તપસ્યા કરતા હતા. તેમની ઈચ્છા હતી કે ભગવતી પુત્રી સ્વરૂપે તેમના ઘરે જન્મ ધારણ કરે. જ્યારે મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણ દેવતાઓના તેજ થી મહિષાસુરનો વિનાશ કરવામાચે તેજોમય દેવી ઉત્પન્ન થયા. મહર્ષિ કાત્યાયને એજ દેવીની પુજા કરી હતી. તેમજ દેવીએ મહર્ષિ કાત્યાયન ઋષિને ત્યા જન્મ ધારણ કર્યો. આસો મહિનાના વદ પક્ષ ચૌદશ તિથિનાં દિવસે જન્મ ધારણ કરી શુક્લ પક્ષની સાતમ આઠમ અને નૌમ આમ ત્રણ દિવસ કાત્યાયન ઋષિની પુજા ગ્રહણ કરી દશમના દિવસે મહિષાસુરનો વધ કર્યો.
છઠ્ઠા નોરતે સાધક પોતાનુ મન આજ્ઞા ચક્રમાં સ્થિર કરે છે. જે મહત્વપુર્ણ સ્થાન કહેવામાં આવે છે. જે સાધકનુ મન આજ્ઞા ચક્રમાં સ્થિર થાય છે. તે કાત્યાયની માતાના ચરણોમાં તેમનુ સર્વત્વ અર્પણ કરી દે છે. પોતાનો આત્મા દાન કરવા વાળા ભક્તને સહજ ભાવથી માતા કાત્યાયનીના દર્શન પ્રાપ્ત થાય છે.
હવે જાણીએ માતાજીના ધ્યાન શ્લોકનુ માહાત્મય :
ओम चंद्र हासोज्ज वलकरा शार्दू लवर वाहना|
कात्यायनी शुभं दद्या देवी दानव घातिनि||
માતાજીનુ સ્વરૂપ અત્યંત તેજોમય છે. ભગવતીની ચાર ભુજાઓ છે. માતાજીના એક હાથ અભય મુદ્રામાં છે. ત્રીજા હાથમાં ચંદ્રકાસ તલવાર ધારણ કરે છે. ચોથા હાથમાં કમલપુષ્પ શોભી રહ્યુ છે. ભગવતી સિંહ ઉપર બિરાજમાન છે. મા કાત્યાયની ઉપાસના તેમજ પુજન થી મનુષ્યને ખુબ જ સરળતાથી ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારેય ફલોની પ્રાપ્તિ થાય છે. બઘા ભક્તો આ લોકમાં ઉત્તમ સુખોને ભોગવે છે. તેમજ અલૌકિક તેજ અને પ્રભાવયુક્ત બને છે.
જે કન્યાના વિવાહમાં વિલંબ થયો હોય તે કન્યાઓને માતા કાત્યાયની ની પુજા અર્ચના કરવી જોઈએ. આમ, કરવાથી મનોવાંછિત વરની પ્રાપ્તિ થાય છે. ભગવાન કૃષ્ણને પ્રતિરૂપમાં મેળવવા માટે બ્રજની ગોપીઓ આજ કાત્યાયની માતાની પુજા કાલિન્દી, યમુના ઘાટ પર કરી હતી. આ વ્રજ મંડળની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે. જે કન્યાના વિવાહમાં વિલંબ થતો હોય તેવી કન્યાઓને પતિની પ્રાપ્તિ માટે લગ્નયોગ માટે કાત્યાયની માતાની પુજા કરવી જોઈએ।
આ મંત્ર જાપ નવરાત્રીના છઠ્ઠા નોરતે અવશ્ય કરવો જોઈએ :
कात्यायनी महामाये महायोगिन्यधीश्वरि। नंदगोप सुतम् देवि पतिं मे कुरुते नमः
નૈવેધ તરીકે શું ભોગ ધરાવવો
આ મંત્રનો જાપ કરવાથી મનવાંછિત પતિની પ્રાપ્તિ થાય છે. તેમજ લગ્નયોગમાં આવનારી તમામ બાધાઓ દુર થાય છે. આ દિવસે જે ભક્ત માતા કાત્યાયનીની પુજા કરી બ્રાહ્મણ પાસે ચંડિપાઠ કરાવી નૈવેધમાં ભગવતીને મધનો ભોગ લગાવી પ્રણામ કરી પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરે છે. તે ભક્તને આકર્ષણ અને વર્ચસ્વ શક્તિ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય માતા કાત્યાયની શુધ્ધ મનથી અને શુધ્ધ ભાવથી આરાધના કરે છે. તેમના બધાજ રોગ, શોક, સંતાપ, ભય દુ:ખ, દારિદ્ર, આધિ, વ્યાધિ અને ઉપાધિ બધાનો નાશ કરે છે. તે ભક્ત પાપોથી મુક્ત થાય છે. તેને પૃથ્વીના બઘા જ સુખો અને ધન વૈભવ પ્રાપ્ત થાય છે.