Saturday, March 7, 2026
HomeGujaratRajkotજામનગરમાં કોર્પોરેશન દ્વારા મૃત પશુઓના આડેધડ નિકાલ કરતાં કોંગી કોર્પોરેટરની જનતા રેડ

જામનગરમાં કોર્પોરેશન દ્વારા મૃત પશુઓના આડેધડ નિકાલ કરતાં કોંગી કોર્પોરેટરની જનતા રેડ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

Jamnagar Municipal Corporation : જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં મૂંગા ગૌવંશની દેખભાળ બરોબર થતી ન હોવાની સ્થિતિની જાણ થતાં રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડના સંયુક્ત અને મદદનીશ નિયામકોએ જાત તપાસ કરીને રાજ્ય સરકારને રીપોર્ટ કર્યો છે. તેમ છતાં સ્થિતિ સુધરી ન હોય તેમ રોજના 10-12 પશુઓ હજુ પણ મૃત્યુ પામે છે.તેના મૃતદેહોના આડેધડ નિકાલ સાથે ગૌવંશના હાડકાનો કાળો કારોબાર એનિમલ ડેડબોડી ડિસ્પોઝલ સાઈટ ઉપર ચાલતો હોવાનો આક્ષેપ મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ કરીને સ્થળની સ્થિતિની વીડિયો ગ્રાફી કરી ને વાયરલ કર્યો છે, જ્યારે આ મુદ્દો સંસદ સુધી પહોંચાડવા માટે પણ કાર્યવાહી કરાઈ છે.

મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ રણજીતસાગર ડેમ નજીક આવેલા કોર્પોરેશનના ઢોરના ડબ્બા ખાતે જઈને પશુઓને કેટલી ખરાબ અને ગંદકીભરી દયનીય હાલતમાં રાખવામાં આવે છે. તેની વીડિયો ગ્રાફી સાથેની રજુઆત તંત્રને તો કરી હતી સાથે સાથે તેઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી સ્થિતિના વીડિયો વાયરલ કર્યા હતા.ત્યારબાદ રાજ્યના કૃષિ અને પશુપાલન કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની સૂચનાથી પ્રાણી કલ્યાણ બોર્ડના સંયુક્ત સચિવ આર.એ.વાળા અને મદદનીશ નિયામક ડી.પી. પટેલ જામનગર આવ્યા હતા અને સ્થિતિનો રાજ્ય સરકારને રિપોર્ટ કર્યો હતો. તેમજ મહાનગરપાલિકાને સ્થિતિ સુધારવાની મરેલા પશુઓ માટે એક સ્મશાન ભઠ્ઠી બનાવવાની સુચના આપી હતી. ત્યારબાદ ગઈકાલે (બુધવારે) ઢોરના ડબા પર જનતા દરોડો કરનાર મહિલા કોર્પોરેટરે મહાનગરપાલિકાની એનિમલ ડેડબોડી ડિસ્પોઝલ સાઈટ પર જઈને સ્થિતિનો વિડિયો વાયરલ કર્યો છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, પશુ મૃતદેહ નિકાલની ગાઈડલાઈનનો ભંગ ગણાય તે રીતે પશુને દફનાવતી વેળાએ મીઠું નાંખ્યા વગર પશુઓને એકબીજા પર નાંખી દેવામાં આવે છે, અને ખાડો પૂરી દેવામાં આવે છે. આ ઉપરાંત થોડા દિવસ પછી જે તે ખાડામાંથી પશુઓને બહાર કાઢી તેના હાડકા લઈ લેવામાં આવતા હોવાનો તેઓએ આક્ષેપ કર્યો છે. આ અંગે જનતા દરોડો કરનાર મહિલા નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ જણાવ્યું હતું કે, દેશની સંસદમાં કોંગ્રેસના મહિલા સાંસદે ગૌ વંશનો મુદો ઉઠાવ્યો છે તેથી તેઓને પણ આ મામલે જાણ કરાઈ છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here