Wednesday, August 5, 2026
HomeGujaratગુજરાતની દુર્ઘટનાઓ મુદ્દે મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ : સુરત પીડિત પરિવારોની...

ગુજરાતની દુર્ઘટનાઓ મુદ્દે મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ : સુરત પીડિત પરિવારોની સામે આવે પ્રતિક્રિયા

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

રાજકોટ : કોંગ્રેસ દ્વારા આજથી મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં સર્જાયેલી રાજકોટ અગ્નિકાંડ, વડોદરા હરણી બોટ દુર્ઘટના, સુરત તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના સહિત વિવિધ દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય મળે તે માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે (10 ઓગસ્ટ) મોરબીથી શરૂ થયેલી ન્યાયયાત્રા રાજ્યના વિવિધ શહેરોમાંથી પસાર થઇને 23મી ઓગસ્ટે ગાંધીનગર ખાતે પૂર્ણ થશે. 300 કિલોમીટરની ન્યાય યાત્રા મોરબીથી શરુ કરીને રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને છેલ્લે અમદાવાદથી ગાંધીનગર સુધીનો પદયાત્રાનો રૂટ રહેશે.

અત્યારે ન્યાય યાત્રા મોરબીના જુદા જુદા માર્ગો પરથી પસાર થઇ રહી છે. ન્યાય યાત્રા આજે 23 કિલોમીટરનું અંતર કાપીને ટંકરા ખાતે રાત્રિ રોકાણ કરશે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ પર યાત્રામાં જોડાવવા માટે અપીલ કરતાં કહ્યું હતું કે વિવિધ કાંડ અને કૌભાંડ પીડિતોને ન્યાય અપાવવા અને ભાજપ સરકારના ભ્રષ્ટાચાર ને અવગત કરાવવા માટે આપ સૌ ન્યાય યાત્રામાં જોડાશો. આ દરમિયાન કોંગ્રેસની ન્યાય યાત્રા માટે સુરતથી એક આધાતજનક સમાચાર આવ્યા છે. પીડિત પરિવારે અપીલ કરી છે કે દુર્ઘટનાને રાજકીય અખાડો બનાવવો જોઇએ નહી. તક્ષશિલા દુર્ઘટના પિડીત પરિવારોએ એલાન કર્યું હતું કે ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી પોતે જોડાશે તો પણ તેઓ યાત્રામાં જોડાશે નહી. પીડિત પરિવારોએ કહ્યું હતું કે લાશો પર રાજનિતી કરવી હોય તો અમે તેમના સમર્થનમાં નથી. અમે રાજકીય હાથો બનવા માંગતા નથી. કોંગ્રેસને 5 વર્ષ બાદ તક્ષશિલાના પીડિત પરિવારોની યાદ આવી, કોંગ્રેસની રાજનીતિથી પીડિત પરિવાર વ્યથિત છે. તેમણે માંગણી કરી છે કે ડે ટુ ડે કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે તે માટે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવાની પણ માંગ કરી છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here