Thursday, March 6, 2025
HomeEntertainmentBollywoodજાહન્વી કપૂર નસીબ બહુ સારું છે

જાહન્વી કપૂર નસીબ બહુ સારું છે

Date:

spot_img

Related stories

કિંશુક મહાજન કલર્સના “મેઘા બરસેંગે” માં આશ્ચર્યજનક નવા અવતાર...

કિંશુક મહાજન કલર્સના મેઘા બરસેંગે માં મનોજની જેમ પુનરાગમન...

ગુજરાત ટાઇટન્સે પાંચમી માર્ચથી ટિકિટોના વેચાણ શરૂ કરવા સાથે...

ટાટા આઈપીએલ 2025ની વધુ એક ખૂબ જ રોમાંચક સિઝન...

ભારતીય રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (આઇઆરએફસી) ને ભારત સરકાર દ્વારા...

ભારતીય રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (આઇઆરએફસી), કે જે રેલ્વે મંત્રાલય...

વિવો ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સ્ટેમ ક્ષેત્રમાં યુવતીઓને...

જેમ જેમ ટેકનોલોજી અપ્રતિમ ગતિએ વિકસી રહી છે, તેમ...

વિટસ્કામેટ ગ્રૂપે લોનાવાલા અને પંચગનીમાં બે પ્રીમિયમ હોટેલ્સ લૉન્ચ...

વિક્રમ કામતના નેતૃત્વ હેઠળના વિટસ્કામેટ ગ્રુપે લોનાવાલા અને પંચગનીની...

ક્યૂ એન્ડ આઈ ટુડે સુરતમાં આવ્યું

ઈન્ડિયા ટુડે ગ્રુપના પ્રમોટર્સ દ્વારા ક્યૂ એન્ડ આઈ એ...
spot_img

બૉલીવૂડમાં પગલાં માંડતા જ તેને એક પછી એક ફિલ્મો મળતી રહે છે. ઇશાન ખટ્ટર સાથે ગયા વર્ષે ‘ધડક’ ફિલ્મથી ડેબ્યુ કરનાર જાહન્વી પાસે અત્યારે ચાર પ્રોજેક્ટ છે, જેમાં ‘રૂહી અફઝા’, ‘તખ્ત’, ‘કારગિલ ગર્લ’ અને ‘દોસ્તાના ટુ’ છે. આ ઉપરાંત હવે તે તેના પિતા બૉની કપૂર સાથે પણ ફિલ્મ કરી રહી છે, ‘બૉમ્બે ગર્લ’. આ ફિલ્મમાં એક બળવાખોર કિશોરીની વાર્તા છે, તેનું દિગ્દર્શન સંજય ત્રિપાઠી કરશે અને બૉની તેમાં કો-પ્રોડ્યુસર છે. આમ તેના આગામી બે વર્ષ તો ફિલ્મોથી ભરેલા રહેશે.

તેની ફિલ્મોની વાત કરતાં તે કહે છે, ‘રૂહ અફઝા’ ફિલ્મ હાર્દિક મહેતા ડિરેક્ટ કરી રહ્યા છે, જેમાં તેની સાથે રાજકુમાર રાવ છે. દિનેશ વિજન તેમાં કો-પ્રોડ્યુસર છે. ફિલ્મની વાર્તા ગાયક ભૂતની આસપાસ ફરે છે, જે વરરાજાઓને રાત્રે ઊંઘમાં નાંખી દેતો હોય છે જેથી તેમની નવવધુઓ પર જાપ્તો લઇ શકે.’ રાજકુમારને જાહન્વી સાથે કામ કરવાનું બહુ ગમ્યું. તે તેના વખાણ કરતા કહે છે, ‘તે બહુ સારી અભિનેત્રી છે. તે બહુ શિસ્તબદ્ધ અને મહેનતુ કલાકાર છે.

ધડકફિલ્મમાં તેની પ્રતિભાના દર્શન થઇ ગયા છે. તે તેનાથી વધારે પ્રતિભાશાળી છે.’ ફિલ્મમાં તેમની સાથે વરુણ શર્મા પણ છે.

આ ફિલ્મ પછી જાહન્વી ‘તખ્ત’ ફિલ્મમાં પણ દેખાશે,

જેમાં તેની સાથે વિકી કૌશલ, અનિલ કપૂર, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ અને ભૂમિ પેડણેકર છે.

જ્યારે ‘દોસ્તાના ટુ’માં તે કાર્તિક આર્યન અને લક્ષ્ય સાથે છે. તેની આગામી ફિલ્મ ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’નું ફર્સ્ટ લૂક પણ બહાર પડી ચૂક્યું છે. તેમાંતેનું લૂક બહુ સુંદર છે અને તેની વાર્તા પણ બહુ દિલચસ્પ છે.

નિર્માતા-દિગ્દર્શક કરણજોહરની આ ફિલ્મમાં ભારતની જાંબાઝ પુત્રી ગુંજન સક્સેનાની જિંદગી પર આધારિત વાર્તા છે. તેના એકસાથે ત્રણ પોસ્ટર રિલીઝ થયા છે. તેના પર ખાસ એક ટેગલાઇન લખેલી છે, ‘છોકરીઓ પાયલટ નથી બનતી’ અને ‘ભારતની પહેલી મહિલા એરફોર્સ ઓફિસર, જે લડાઇ પર ગઇ’.આપોસ્ટર સાથે જ તેની રિલીઝ તારીખ પણ જાહેર કરી દેવાઇ છે. ફિલ્મ ૧૩ માર્ચ, ૨૦૨૦ના રિલીઝ થશે. તેમાં પંકજ ત્રિપાઠી પણ હશે. તે જાહન્વીના પિતાની ભૂમિકામાં છે. આ ઉપરાંત અંગદ બેદી, વિનીત કુમાર, માનવ વિજ પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

આ ફિલ્મ જેના પર બની રહી છે તે ગુંજન સક્સેના ભારતીય વાયુસેનામાં ફ્લાઇટ લેફ્ટનન્ટ રહી ચૂકી છે. ગુંજન સક્સેનાને ‘કારગિલ ગર્લ’ના નામથી પણ ઓળખવામાં આવે છે.

૧૯૯૯માં જ્યારે કારગિલ યુદ્ધ થયું ત્યારે ગુંજન એ યુદ્ધના ક્ષેત્રમાં જનારી પહેલી મહિલા કૉમ્બેટ એવિએટર હતી, જેને યુદ્ધમાં ઘાયલ થયેલા લોકોને બચાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ જવાબદારી તેણે બખૂબી નિભાવી હતી અને એક મિસાલ કાયમ કરી હતી.

આ ઉપરાંત જાહન્વી અને અભિનેતા વિજય વર્મા નિદેર્શક ઝોયા અખ્તરની ફિલ્મ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં મુખ્ય ભૂમિકા નિભાવશે. આ ફિલ્મ એક ડિજિટલ ચેનલની ૨૦૧૮ની ફિલ્મ ‘લસ્ટ સ્ટોરીઝ’નો આગલો ભાગ હશે. ફિલ્મમાં ચાર વાર્તા હશે, જેના માટે ઝોયા અખ્તર, કરણ જોહર, દિબાકર બૅનરજી અને અનુરાગ કશ્યપ મળીને કામ કરશે. ચારેય સર્જકો પહેલા ‘લસ્ટ સ્ટોરીઝ’ અને તેની પહેલા ૨૦૧૩માં આવેલી ફિલ્મ ‘બૉમ્બે ટૉકીઝ’માં પણ કામ કરી ચૂક્યા છે.

કિંશુક મહાજન કલર્સના “મેઘા બરસેંગે” માં આશ્ચર્યજનક નવા અવતાર...

કિંશુક મહાજન કલર્સના મેઘા બરસેંગે માં મનોજની જેમ પુનરાગમન...

ગુજરાત ટાઇટન્સે પાંચમી માર્ચથી ટિકિટોના વેચાણ શરૂ કરવા સાથે...

ટાટા આઈપીએલ 2025ની વધુ એક ખૂબ જ રોમાંચક સિઝન...

ભારતીય રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (આઇઆરએફસી) ને ભારત સરકાર દ્વારા...

ભારતીય રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (આઇઆરએફસી), કે જે રેલ્વે મંત્રાલય...

વિવો ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સ્ટેમ ક્ષેત્રમાં યુવતીઓને...

જેમ જેમ ટેકનોલોજી અપ્રતિમ ગતિએ વિકસી રહી છે, તેમ...

વિટસ્કામેટ ગ્રૂપે લોનાવાલા અને પંચગનીમાં બે પ્રીમિયમ હોટેલ્સ લૉન્ચ...

વિક્રમ કામતના નેતૃત્વ હેઠળના વિટસ્કામેટ ગ્રુપે લોનાવાલા અને પંચગનીની...

ક્યૂ એન્ડ આઈ ટુડે સુરતમાં આવ્યું

ઈન્ડિયા ટુડે ગ્રુપના પ્રમોટર્સ દ્વારા ક્યૂ એન્ડ આઈ એ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here