Monday, October 12, 2026
HomeWorldટાઈટેનિક જોવા નીકળેલા 5 અબજપતિઓના મૃત્યુ, સબમરીનનો કાટમાળ દેખાયાની થઈ પુષ્ટી

ટાઈટેનિક જોવા નીકળેલા 5 અબજપતિઓના મૃત્યુ, સબમરીનનો કાટમાળ દેખાયાની થઈ પુષ્ટી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

આ વાતની પુષ્ટિ કરતા સબમરીન ઓપરેટિંગ કંપની ઓશનગેટે તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી

18મી જૂને ઓશનગેટ કંપનીની આ સબમરીન પ્રવાસ માટે નીકળી હતી

ટાઈટેનિક જહાજ જોવા ગયેલા ટાઇટન સબમરીનમાં સવાર તમામ પાંચ લોકોના કરૂણ મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ વાતની પુષ્ટિ કરતા સબમરીન ઓપરેટિંગ કંપની ઓશનગેટે તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સબમરીનમાં સવાર તમામ લોકો ડૂબી ગયેલા ટાઈટેનિક જહાજના કાટમાળને જોવા માટે ઊંડા સમુદ્રમાં ગયા હતા, જ્યાં તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. 18મી જૂને ઓશનગેટ કંપનીની આ સબમરીન પ્રવાસ માટે નીકળી હતી, પરંતુ શરૂઆતના 2 કલાકમાં જ સંપર્ક તૂટી ગયો હતો. અહેવાલ અનુસાર, સર્ચ ટીમને ટાઈટેનિક જહાજ પાસે ગુમ થયેલી સબમરીનનો કાટમાળ મળ્યો છે. અમેરિકી કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર સબમરીનનો કાટમાળ મળ્યા બાદ નિષ્ણાતોની ટીમે તપાસ શરૂ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સબમરીનનો કાટમાળ કેનેડાના જહાજમાં તૈનાત માનવરહિત રોબોટે શોધી કાઢ્યો છે. અમેરિકી કોસ્ટગાર્ડના અધિકારીઓના અહેવાલ અનુસાર ટાઈટન સબમરિનમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને તેના કારણે તેમાં સવાર તમામ લોકો મૃત્યુ પામી ગયા હતા.

તમામ મૃતકો જાણીતા અબજપતિ હતા 

ટાઇટન સબમરીન પર સવાર પાંચેય લોકો જાણીતા અબજોપતિ હતા. તેમાં ઓશનગેટના સીઈઓ સ્ટોકટન રશ, પ્રિન્સ દાઉદ અને તેમના પુત્ર સુલેમાન દાઉદ, હેમિશ હાર્ડિંગ અને પોલ-હેનરી નાર્જિયોલેટનો સમાવેશ થાય છે.

માત્ર 8 કલાકનો સફર હતો પરંતુ… 

18 જૂનના રોજ, અમેરિકન કંપની ઓશનગેટની આ સબમરીન ટાઇટેનિકના કાટમાળને બતાવવા માટે તેની યાત્રા પર નીકળી હતી. તેના સુધી પહોંચવા, ત્યાં ફરવા અને પછી પાછા આવવા માટે ટાઇટેનિકનો પ્રવાસ લગભગ આઠ કલાક ચાલે છે.  ટાઇટેનિકના કાટમાળની નજીક જતા બે કલાક લાગે છે. ચાર કલાક સુધી સબમરીન કાટમાળની આસપાસનો વિસ્તાર બતાવે છે. જે બાદ પરત ફરવામાં પણ લગભગ બે કલાક લાગે છે.

સર્ચ ઓપરેશનમાં ઘણી મુશ્કેલી પડી હતી

અચાનક ગુમ થયેલી આ સબમરીનને શોધવી સરળ ન હતી. યુએસ કોસ્ટ ગાર્ડના પ્રવક્તાએ કહ્યું હતું કે આ ખૂબ જ મુશ્કેલ બચાવ કામગીરી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ સર્ચ ઓપરેશનમાં સર્ચ ટીમને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તે પાણીમાં દૃશ્યતા હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here