Saturday, October 3, 2026
HomePoliticsચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે: આમ આદમી...

ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે: આમ આદમી પાર્ટી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સાત વર્ષની જેલની સજાના ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા સત્તાધારી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે કે, જળ, જમીન અને જંગલના હકો માટે લડનારા ચૈતર વસાવાને ભાજપે કથિત ષડયંત્રપૂર્વક સજા અપાવી છે. આ સજા માત્ર ચૈતર વસાવાને નહીં, પરંતુ સમગ્ર આદિવાસી સમાજના અવાજને દબાવવા માટે કરવામાં આવી છે.આદિવાસી સમાજ માટે લડવું એ જ શું ગુનો છે?

વિસાવદરના ધારાસભ્ય સહિતના આપ નેતાઓએ સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, ચૈતર વસાવા પર સરકારી કર્મચારી સાથે કથિત દુર્વ્યવહારનો આક્ષેપ છે, પરંતુ શું આવા કેસમાં કોઈને સાત વર્ષની સજા થતી હોય? તેમણે દાવો કર્યો કે વાસ્તવિકતા એ છે કે ચૈતર વસાવાનો સૌથી મોટો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે. તેઓ ચૂંટાયા ત્યારથી સતત આદિવાસી ભાઈઓના એસટી પ્રમાણપત્રના પ્રશ્ને, વિવિધ પ્રોજેક્ટોના નામે વિસ્થાપિત થયેલા આદિવાસીઓને જમીનના હક અપાવવા, ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ જંગલ જમીનના અધિકારો માટે તેમજ આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે લડતા રહ્યા છે. આ જ કારણે સરકારી પોલીસ, સરકારી ફરિયાદી અને સરકારી વકીલોના માધ્યમથી તંત્રનો દુરુપયોગ કરીને આ સજા કરાવાઈ છે.ઝડપી ચુકાદા સામે ઉઠાવ્યા સવાલ, આદિવાસી યુવાનોને એક થવા અપીલ

આ કેસની કાનૂની પ્રક્રિયાની ગતિ પર આંગળી ચીંધતા દાવો કર્યો કે, જેટલો ફાસ્ટ ટ્રેક કોર્ટનો ઝડપી ચુકાદો આવતો નથી તેટલી ઝડપે ચૈતર વસાવાના કેસમાં ચુકાદો આપી દેવાયો છે, જે અનેક શંકાઓ પેદા કરે છે.

આ મુદ્દે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના અને ખાસ કરીને આદિવાસી સમાજના યુવાનોને એકજૂટ થવા અપીલ કરે છે. હવે આ કેસ જનતાની અદાલતમાં ચાલશે. ભાજપ દ્વારા કરાયેલા કથિત દગા અને અન્યાયનો જવાબ આપવા માટે આદિવાસી સમાજ આમ આદમી પાર્ટીને મત આપવાનો સંકલ્પ કરે. આ સંઘર્ષ અહીં અટકશે નહીં અને આમ આદમી પાર્ટી હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ, વિધાનસભા અને રસ્તા પર ઉતરીને દરેક મંચ પર ન્યાય માટે આ લડત ચાલુ રાખશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here