- સ્ટોપ લાઈન ભંગનો દંડ રૂ.100 હતો જે હવેથી વધારી રૂ.500
- પોલીસ વાહનચાલકની ડિટેઈલ વીમા કંપનીઓને આપશે
- 6 માસમાં 3 વાર નિયમ ભંગ કરનારને પ્રીમિયમમાં દંડ
સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો વધુને વધુ કડક બનાવાઈ રહ્યા છે. નવા મોટર વ્હીકલ એક્ટ અનુસાર દંડની રકમ સીધી પાંચ ગણી વસુલવામાં આવશે. જો પહેલા ઈ-મેમાને ભરવામાં ઢીલાશ કરવામાં આવશે તો તેમાં પ્રીમિયમ ઉમેરાશે અને દંડની રકમ સતત વધતી રહેશે.
ટ્રાફિકના નવા કાયદા મુજબ ઈ-મેમોમાં પણ કરાયો વધારો
સ્ટોપેજ લાઈનના ભંગના દંડની જોગવાઈમાં વધારો કરવામાં આવ્યો છે. સિગ્નલ ઉપર સ્ટોપ લાઈન ભંગનો દંડ રૂ.100 હતો જે હવેથી વધારી રૂ.500 કરવામાં આવ્યો છે. પ્રથમ વખત રૂ.500 નો દંડ થશે પણ બીજી વખત આ દંડ ની રકમ સીધી રૂ.1000 થઈ જશે.