નવી દિલ્હી,તા. ૭
પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની મંગળવારના દિવસે અવસાન થયું હતું. સુષ્મા સ્વરાજને કિડની અને ડાયાબિટીસની તકલીફ હતી. ૨૦૧૬માં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી ત્યારથી લઇને તેમને આરોગ્યની સમસ્યા નડી રહી હતી. આરોગ્યના પરિણામ સ્વરુપે જ સુષ્મા સ્વરાજે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી લડી ન હતી. ડાયાબિટીસના દર્દીઓમાં કિડનીની બિમારીનો ખતરો વધી જાય છે. માત્ર કિડની જ નહીં બલ્કે ડાયાબિટીસથી અનેક પ્રકારની બિમારીઓ થાય છે જે જીવલેણ સાબિત થઇ શકે છે. વધી ગયેલા બ્લડસુગરની પણ ખરાબ અસર થાય છે. હાર્ટ, કિડની, આંખ સહિત શરીરના જુદા જુદા અંગો પર તેની ખતરનાક અસર થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે, લાંબા સમયથી ડાયાબિટીસથી પીડિત રહેલા આશરે ૪૦ ટકા દર્દીઓને ડાયાબિટીક નેફ્રોપેથી થઇ જાય છે. સમય પર જાણકારી નહીં મળવાથી આ ખતરનાક સ્વરુપ ધારણ કરે છે. નેફ્રોપેથી કિડનીની ગંભીર બિમારી છે જે ડાયાબિટીસમાં ૪૦ ટકા દર્દીઓને આગળ જતા થઇ જાય છે. ટાઇપ-૧ અને ટાઇપ-૨ પ્રકારના ડાયાબિટીસના દર્દીમાં નેફ્રોપેથીનો ખતરો રહે છે. ડાયાબિટીસ નેફ્રોપેથીમાં કિડનીની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે. ડાયાબિટીસથી કિડનીની રક્તધમનીઓ ઉપર માઠી અસર થાય છે. કિડની યોગ્યરીતે કામ કરી શકતી નથી જેથી કિડની યોગ્યરીતે શરીરથી નુકસાનકારક પદાર્થોને ફિલ્ટર કરવામાં સક્ષમ રહેતી નથી જેથી બિમારીઓનો ખતરો વધી જાય છે. અનેક વખતે ટ્રાન્સપ્લાન્ટ સુધીનો ખતરો થાય છે. વધી ગયેલા સુગર લેવલના લીધે કિડની ઉપર ખરાબ અસર થાય છે અને ખતરનાક સાબિત થઇ જાય છે. કિડનીની બિમારીમાં શરૂઆતમાં પીડા થતી નથી. આવી સ્થતિમાં આ બિમારી વધી ગયા બાદ જ લક્ષણ દેખાઈ આવે છે જેથી ડાયાબિટીસના દર્દીઓને કિડનીની તપાસ નિયમિતરીતે કરાવવી જાઇએ. સમયસર માહિતી મળવાની સ્થતિમાં નેફ્રોપેથીથી બચી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓને હાર્ટની બિમારીઓનો ખતરો વધારે રહે છે. ખાસ કરીને બીપી અને કોલેસ્ટ્રોલ વધી જાય તો હાર્ટસ્ટ્રોકનો ખતરો વધી જાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે જરૂરી છે કે, ઓછામાં ઓછા છ મહિનામાં પોતાની બીપીની ચકાસણી કરાવવી જાઇએ. દવા લેતી વેળા પણ સમય સમયે બીપીની ચકાસણી કરાવવી જાઇએ. ડોક્ટર અને ડાયટીશિયનની સલાહ પણ આને કાબૂમાં લેવાના પ્રયાસ કરવા જાઇએ. સમય સમયે કોલેસ્ટ્રોલની ચકાસણી પણ કરાવવી જાઇએ.