પાન કાર્ડ ફક્ત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને માટે જ નહીં, પણ તમારા માટે ઘણું મહત્વનું હોય છે. પાન કાર્ડ નંબર દસ ડિજિટનો ખાસ નંબર હોય છે. તેનાથી દરેક ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન લિંક થાય છે, તે ટ્રાન્ઝેક્શન ટેક્સ પેમેન્ટ કે ક્રેડિટ કાર્ડથી થતા લેન-દેન ડિપાર્ટમેન્ટની નજરમાં રહે છે. તમને આશ્ચર્ય થશે પણ પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન નંબર)માં એવું ઘણું છુપાયું છે જે તમને ખ્યાલ નથી. આ છે તેની સાથે જોડાયેલી રોચક વાતો.
- આ રીતે ચેક કરો તમારું પાન કાર્ડ
- પહેલાં 3 અક્ષર દર્શાવે છે સીરિઝ
- ચોથો આલ્ફાબેટ દર્શાવે છે તમારી સરનેમ
- જાણો તમારા પાન કાર્ડના નંબરને
પાન કાર્ડ નંબરમાં પહેલાં ત્રણ અંગ્રેજી લેટર્સ હોય છે, એટલે કે AAAથી લઇને ZZZમાંથી કોઇપણ. હાલમાં ચાલી રહેલી સીરિઝને આધારે તેને નક્કી કરી શકાય છે.
પાન કાર્ડ નંબરના ચોથા અંગ્રેજી લેટરથી કાર્ડ હોલ્ડરના સ્ટેટસનો ખ્યાલ આવે છે. એ ચોથો શબ્દ હોઇ શકે છે..
P- સિંગલ પર્સન
A-AOP(એસોસિયેશન ઑફ પર્સન)
H-HUF(હિંદુ અનડિવાઇડેડ ફેમિલિ)
B-BOI (બૉડી ઑફ ઇન્ડિવિઝ્યુઅલ)
L- લોકલ – આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન
F- ફર્મ
C- કંપની
T- ટ્રસ્ટ
G- ગર્વમેન્ટ માટે હોય છે
ફાઈલ ફોટો
પાનકાર્ડ નંબરમાં પાંચમો અંગ્રેજી લેટર કાર્ડ હોલ્ડરની સરનેમનો પહેલો અક્ષર હોય છે.
ત્યારબાદ 4 નંબર હોય છે. જે 0001થી લઇને 9999 સુધી કોઇ પણ હોઇ શકે છે. આ નંબર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં હાલમાં ચાલી રહેલી સીરિઝને બતાવે છે.