કાનુનની સામે કરાયેલી અરજી પર સુનાવણી
નવી દિલ્હી,તા. ૨૩
સુપ્રીમ કોર્ટે ત્રિપલ તલાકને અપરાધ તરીકે ગણનાર કાયદાની સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરવા માટેની તૈયારી દર્શાવી છે. સુપ્રીમ કોર્ટે આ અરજીઓને સ્વીકારી લઇને કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી દીધી છે. ત્રિપલ તલાકને અપરાધ તરીકે ગણાવનાર કાનુન બન્યા બાદ કેટલાક મુસ્લમ ધાર્મિક સંગઠનો જારદાર વિરોધ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલામાં ચાર અરજી પર સુનાવણી કરનાર છે. આને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી માટે મંજુરી આપી દેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે મુસ્લમ સમુદાયમાં પ્રચલિત એક વખતમાં ત્રણ વખત તલાકને દંડનીય અપરાધ બનાવી દેવાના મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી ચુકી છે.
આ કાનુનની હેઠળ એવા ગુનમા કરનારને દોષ જાહેર થવાની સ્થતીમાં ત્રણ વર્ષની જેલની સજા માટેની જાગવાઇ કરવામાં આવી છે. આ કાનુનની કાયદેસરતાને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર સરકારને નોટીસ આપી દેવામાં આવી છે. નવી અરજી હવે જમિયત ઉલમા એ હિન્દ દ્વારા દાખલ કરવામાં આવી છે. કેરળના મુસ્લમ સંગઠનો દ્વારા પણ અરજી દાખલ કરવામાં આવી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે કેટલાક ધાર્મિક સંગઠનોની સાથે સાથે કેટલાક મુસ્લમ નેતાઓ અને વિરોધ પક્ષના સભ્યો દ્વારા સંસદમાં આને કાનુન બનાવવા માટેની પ્રક્રિયા દરમિયાન આનો વિરોધ કર્યો હતો. કેરળના મુસ્લમ સંગઠનો હજુ પણ લડાયક મુડમાં દેખાઇ રહ્યા છે. આ કાનુનથી બંધારણની જાગવાઇનો ભંગ થાય છે.
ત્રિપલ તલાક મામલે કેટલીક દલીલો કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં હવે ત્રિપલ તલાક કાનૂનનો વિરોધ કરનાર લોકોદ્વારા તર્કદાર દલીલો રજૂ કરવામાં આવશે. જા કે, સંસદના બંને ગૃહો પહેલાથી જ આ બિલને પાસ કરી ચુક્યા છે અને કાનૂન અમલી છે.