ભાજપ અને IPFT સાથે મળીને આ ચૂંટણી લડી રહી છે
આ ચૂંટણીમાં 58 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે
ઉત્તર-પૂર્વના ત્રણ રાજ્યોના પરિણામ માટે આજે મતગણતરી ચાલી રહી છે ત્યારે ત્રિપુરામાં ભાજપનું ગઠબંધન બહુમતી તરફ આગળ વધી રહ્યું છે તેવુ લાગી રહ્યું છે. આ ગંઠબંધનને 36 બેઠકો પર આગળ ચાલી રહી છે જ્યારે ડાબેરીઓના ગંઠબંધનને 13 બેઠક પર આગળ છે.
ત્રિપુરામાં 81.1 ટકા મતદાન થયુ હતું
ત્રિપુરામાં 60 વિધાનસભા બેઠકો માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. અહીં 81.1 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યની 60 વિધાનસભા બેઠકો પર કુલ 259 ઉમેદવારોએ ચૂંટણી લડ્યા હતા. ભાજપ અને IPFT સાથે મળીને આ ચૂંટણી લડી રહી છે. ભાજપે 55 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે તેના સહયોગી IPFTએ 5 બેઠકો પર ચૂંટણી લડી હતી.
રાજ્યની 28 બેઠકો પર TMC ચૂંટણી લડી હતી
કોંગ્રેસ-ડાબેરીઓમાં બેઠકો અંગેની સમજૂતી હેઠળ ડાબેરી મોરચાએ 43 બેઠકો અને કોંગ્રેસે 13 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ સિવાય એક બેઠક પર કોંગ્રેસ અને ડાબેરીઓએ અપક્ષ ઉમેદવારને સમર્થન આપ્યું છે. જ્યારે પ્રદ્યોત બિક્રમની નવી પાર્ટી ટિપ્રા મોથાએ રાજ્યની 60માંથી 42 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે મમતા બેનર્જીની TMCએ પણ રાજ્યની 28 બેઠકો પર ચૂંટણી લડી હતી. આ સિવાય 58 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે.