હોસ્પટલમાં આગ લાગી ત્યારે ચાર બાળ દર્દીઓ દાખલ હતા : તમામને સહીસલામત અને સુરક્ષિત રીતે બચાવાયા
અમદાવાદ, તા.૩૦
શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં આજે લાગેલી આગના કારણે હોસ્પટલમાં દાખલ દર્દીઓ અને સ્ટાફ કર્મચારીઓની સાથે સાથે સ્થાનિકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઇ હતી. જા કે, આગની જાણ થતાં અમદાવાદ ફાયરબ્રિગેડના જવાનોએ ફરી એકવાર સમયસર ઘટનાસ્થળે પહોંચી સમયસર આગ કાબૂમાં લઇ દર્દીઓ સહિતના લોકોને સહીસલામત અને સુરક્ષિત રીતે ખસેડી લેતાં મોટી દુર્ઘટના સર્જાતા ટળી ગઇ હતી. જા કે, આગની આ ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી સમર્પણ હોÂસ્પટલમાં આજે સવારે અચાનક આગ લાગતાં હોÂસ્પટલમાં અને આસપાસના લોકોમાં ભારે નાસભાગ અને દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. કોમન મીટરમાં આગ લાગી હોવાનું ફાયર વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું. જે આગ હોસ્પટલ સુધી પ્રસરી હતી. જા કે, ચોંકાવનારી વાત તો એ હતી કે, જ્યાંથી આગ લાગી ત્યાંથી જ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં, દરવાજા પાસે ઈલેક્ટ્રિક મીટરો પણ લગાવવામાં આવેલા છે. જે ઈમર્જન્સીની સ્થિતિમાં વધુ ખાના ખરાબી કે ગંભીરતા સર્જી શકયા હોત પરંતુ બીજા કોઇ વિકલ્પ નહી હોવાથી આ રસ્તેથી બધાને બચાવી લેવાયા હતા. હોસ્પટલમાં નીચે આગ લાગી હતી ત્યારે હોસ્પિટલમાં ચાર બાળ દર્દીઓ હતા.જા કે, હોસ્પિટલના સ્ટાફે તમામને જ્યાં આગ લાગી હતી ત્યાંથી જ સુરક્ષિત રીતે બહાર કાઢી દીધા હતા. હોસ્પિટલ સુધી આગ ન ફેલાય તે માટે તાત્કાલિક બધા કાચ તોડી નાંખ્યા હતા. હોસ્પિટલમાં પ્રવેશદ્વાર અને ટોરેન્ટના મીટર વચ્ચે એકમીટર કરતા ઓછું અંતર છે. ફાયર વિભાગ દ્વારા ટોરેન્ટના મીટર હટાવવા માટે તાત્કાલિક જાણ કરાઇ હતી અને હોસ્પિટલને આજે નોટિસ આપવાની તજવીજ હાથ ધરાઇ હતી. જેમાં જ્યાં સુધી મીટર હટાવવામાં ના આવે ત્યાં સુધી હોસ્પિટલ પણ બંધ રાખવા સૂચના આપવામાં આવી હતી.