નવસારીમાં મેઘાની મહેર શ્રીકાર વરસાદથી ધરતી પુત્રો ગેલમાં
24 કલાકમાં નવસારી અને જલાલપોરમાં 9 ઈંચથી વધુ વરસાદ પડ્યો
નવસારી: મેઘરાજાની છેલ્લા બે દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અવિરત વરસી રહેલા વરસાદે વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી તમામ જિલ્લાની ધરાને તરબોળ કરી નાંખી છે. સતત વરસી રહેલા વરસાદથી ધરતીનો તાત હરખાયો છે. જેનો પ્રભાવ નવસારી જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક 9 ઈંચ વરસાદને લઈને ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. નવસારી જિલ્લામા છેલ્લા બે દિવસથી ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી અને જે સવારે ધોધમાર વરસવાનું શરૂ કર્યું હતું. નવસારી જીલ્લામાં નવસારી શહેર સહિત વિજલપોર, ગણદેવી અને બીલીમોરા શહેરના મુખ્ય માર્ગો તથા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા રોજીંદા કામે નીકળતા નોકરીયાતવર્ગ અને વિદ્યાર્થીઓ પાણીના ભરાવાના કારણે હાલાકી વેઠવી પડી હતી.
માછીમારોને દરિયો ન ખેડવા સલાહ: દક્ષિણ ભારત અને મહારાષ્ટ્ર રાજયમાં વરસાદનું આગમન થતા ચોમાસાનો આરંભની સાથે નવસારી જિલ્લામાં સરેરાશ 9 ઈંચથી વધુ વરસાદ ખાબકતા નવસારી શહેર સહિત જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેથી પ્રજાને ગરમીથી રાહત મળી છે તો બીજી તરફ હવામાન વિભાગની આગાહીના પગલે નવસારી વહીવટીતંત્રએ તમામ સરકારી કર્મચારીઓને ફરજ પર હાજર રેહવા સૂચનાઓ આપી દીધી છે. સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કામગીરી કરવા એલર્ટ કરી દીધા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય એવા સંજોગોમાં તાત્કાલિક ધોરણે કામગીરીઓ થાય એવા આદેશો આપી દીધા છે. નવસારી જિલ્લાનો ૫૨ કિલોમીટર દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપવામાં આવી રહી છે.
સમગ્ર નવસારી જિલ્લા માં છેલ્લા 24 કલાક થી વરસી રહેલા વરસાદ ને જિલ્લા વહીવટી તંત્ર હરકત માં આવ્યું છે.તંત્ર દ્વારા વરસાદ ને પગલે કોઈ પણ સ્થતી ને પોહચી વળવા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે.તાલુકા કક્ષાએ અધિકારીઓ ને સ્ટેન્ડ બાઈ પોઝિશન માં એલર્ટ કરી દેવાયા છે.સાથે વરસાદ ના આંકડા અને નદી ની સપાટી ઉપર પણ વહીવટી તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે.વરસાદ ને પગલે વિશેષ કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવાયો છે.
નવસારી જિલ્લામાં ૨૪ કલાકમાં ખાબકેલ વરસાદ:-
નવસારી =૯ ઇંચ
જલાલપોર =૯.૫૦ ઇંચ
ગણદેવી =૬ ઇંચ
ચીખલી =૬ ઇંચ
ખેરગામ =૨ ઇંચ
વાંસદા =૧ ઇંચ